<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

અલ્‍પેશ ડોડીયા ગાયક મુકેશના નોનસ્‍ટોપ ૧૭૦ ગીતો રજુ કરશે

બુધવારે હેમુગઢવી હોલ ખાતે એકધારો મ્‍યુઝીકલ કાર્યક્રમઃ ઓરકેસ્‍ટ્રા ટીમ પણ સાથ આપશેઃ રાજકોટમાં નોંધાર્યો વર્લ્‍ડ રેકોર્ડઃ સંગીત પ્રેમીઓને આમંત્રણ

રાજકોટઃ મધુર અવાજ અને પોતાના ગીતોમાં દર્દને જીવંત રાખીને જીવવાવાળા ગાયક મુકેશ કુમાર આજે પણ લોકોની યાદોમાં જીવિત છે જેણે પોતાના ગીતોથી ભારતના જ નહીં પરંતુ દેશ-વિદેશના લોકોને દીવાના બનાવ્‍યા હતા એક સમય હતો જ્‍યારે રશિયામાં ‘‘આવારા હૂ'' અને ‘‘મેરા જુતા હૈ જાપાની'' જેવાં ગીતોનો અર્થ જાણ્‍યા વગર જ લોકો તેને ગણગણતા હતા ત્‍યારે આગામી તા. ૦૩-૦૭ બુધવારે અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટના નેજા હેઠળ એક અનોખો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેમાં જાણીતા સિંગર શ્રી અલ્‍પેશભાઈ ડોડીયા તથા લાઇવ મ્‍યુઝિકલ ઓરકેસ્‍ટ્રા ગ્રુપ દ્વારા સુપ્રસિદ્ધ ગાયક મુકેશના ૧૭૦ ગીતોને સતત ૧૫ કલાક સુધી સ્‍વરબદ્ધ કરવામાં આવશે.

છેલ્લા દસ વર્ષથી ગુજરાતના દરેક શહેરમા પોતાના ૨૫૦ થી વધુ શો દ્વારા પ્રેક્ષકોને મુકેશજીના કર્ણપ્રિય ગીતો રજૂ કરનાર અને મુકેશજીના ૬૦૦ થી વધુ ગીતો જેમને કઠસ્‍થ છે એવા શ્રી અલ્‍પેશભાઈ ડોડિયા આ કાર્યક્રમમાં મુકેશજીના કઠે ગીતો રજૂ કરશે જયારે મ્‍યુઝિકલ મેલોઝ શ્રી રાજેન્‍દ્ર ત્રિવેદી દ્વારા સગીત નિર્દેશક કરવામાં આવશે આ ઉપરાંત સહ-ગાયિકાઓની વાત કરીએ તો રીટા ડોડિયા, કાજલ કથરેચા, રીના ગજ્જર રૂપાલી જાબુચા, દેવયાની ગોહેલ (ચક્રવર્તી), દીપા ચાવડા હીના કોટડિયા અને સાજીંદાઓની વાત કરીએ તો ઇમ્‍તિયાઝખાન સૈયદ (કીબોર્ડ), ભાર્ગવ ઉમરાણીયા (રિધમિસ્‍ટ), જીતામી વ્‍યાસ (ગિટાર), પારસ વાઘેલા (રિધમિસ્‍ટ), ભરત ગોહેલ (રિધમિસ્‍ટ), ફિરોઝ જી શેખ (રિધમિસ્‍ટ) દિલીપ ત્રિવેદી (રિધમિસ્‍ટ) સદીપ ત્રિવેદી (પકર્યુસન) પારસ વાઘેલા (પકર્યુસન) સહિતના સાજિંદાઓ સાથે સંગીતમય સફરમાં સૂરતાલની તાલાવેલી સર્જાશે જ્‍યારે પ્રાયોજક ભાવેશ પિત્રોડા અને તાજ સાઉન્‍ડના હબીબ ઘાડા દ્વારા કાર્યક્રમને કર્ણપ્રિય બનાવવામાં આવશે.

આ મ્‍યુઝિકલ કાર્યક્રમની નોંધ ઇન્‍ડિયા બુક ઓફ રેકોર્ડ્‍સમા લેવામા આવશે અને સંસ્‍થા દ્વારા લોંગેસ્‍ટ નોન-સ્‍ટોપ સિગિંગ રીલે ઓફ લેટ મુકેશ નામે એવોર્ડ નોંધવામાં આવશે અને આ વર્લ્‍ડ રેકોર્ડમાં સિગિંગ માટે તમામ સિંગર્સને અને એન્‍કરિંગ માટે શ્રી મેહુલભાઈ રવાણીને ટ્રોફી, શિલ્‍ડ અને પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવશે સાથે સાથે શ્રી જૈન સોશ્‍યલ ગળપ - રાજકોટ(વેસ્‍ટ) દ્વારા શ્રી અલ્‍પેશભાઈ ડોડીયાને સન્‍માનિત કરવામાં આવશે.

આ તકે સિંગર શ્રી અલ્‍પેશભાઈ ડોડીયાએ જણાવ્‍યું હતુ કે, આ કાર્યક્રમ ટીમ વર્કથી જ સપન્ન થશે. અમારી સાથે આખી ટિમ છેલ્લા ૬ મહિનાથી મહેનત કરી રહી છે જે આગામી તા.૩ જુલાઈના રોજ સંપન્ન થશે જેમાં અમને રાજકોટના સ્‍વર કાર તથા સગીત નિર્દેશક શ્રી લલિતભાઈ ત્રિવેદીનુ માર્ગદર્શન સાપડયુ હતુ સાથે સાથે ઉદ્યોગપતિઓ રોયલ સ્‍ટીલ ફેબ્રીકેશનના શ્રી ભાવેશભાઈ પિત્રોડા અને શ્રી પ્રવીણભાઈ પિત્રોડા આકાર જવેલર્સ પરીનભાઈ પારેખ, હાર્દિકભાઈ પારેખ, અબિકા સ્‍ટીલ લેટર પચના શ્રી હરેશભાઇ પરમાર, શ્રી રાજેશભાઈ પરમાર, શ્રી તિલકભાઈ પરમાર જે પી જવેલર્સ, રણછોડનગર ભરતભાઈ પટોડીયા, પીઠવા મેન્‍યુફેક્‍ચરર્સના શ્રી મિતેશભાઈ પીઠવા, શ્રી લુહાર હિતેચ્‍છુ મંડળ, શ્રી લુહાર સેવા સમાજ, શ્રી લુહાર વિદ્યાર્થી મચ્‍છુકઠીયા લુહાર જ્ઞાતી, શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્‍ડેશન, શ્રી અમળત ચેરીટેબલ ટ્રસ્‍ટ, શ્રી વિશ્વકર્મા મહિલા મંડળ, શ્રી જૈન સોશ્‍યલ ગળપ - રાજકોટ(વેસ્‍ટ), એચ એમ જૈન મેટ્રીમોનીયલ ગ્રુપ હર્ષદભાઈ મહેતા શ્રી પરમાર પરિવાર શ્રી પીઠવા પરિવાર, શ્રી સિધ્‍ધપુરા પરિવાર અને શ્રી મકવાણા પરિવારનો સહયોગ સાંપડ્‍યો છે. સર્વે સંગીતપ્રેમીઓને નિમંત્રણ અપાયું છે.

તસ્‍વીરમાં ગાયક અલ્‍પેશભાઇ ડોડીયા, રાજેન્‍દ્ર ત્રિવેદી, ઇમ્‍તિયાઝખાન સૈયદ, હબીબ ધાડા, રીટા ડોડીયા અને મેહુલ રવાણી નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:00 PM IST)