News of Monday, 1st July 2024
મિલ્કત વેરા વળતર યોજનામાં મનપાની તીજોરી છલકાઇ : ૨૪૪.૪૫ કરોડની આવક
શહેરીજનો બન્યા સ્માર્ટ : ઓનલાઇનથી ૧૪૮ કરોડ ભર્યા ગત વર્ષ કરતા રૂ.૩૨.૭૨ કરોડથી વધુ આવ્યા : ૩.૨૯ લાખ કરદાતાઓને ૨૪.૧૨ કરોડનું ડિસ્કાઉન્ટ : આજથી રાબેતા મુજબ વેરો સ્વીકારાશે

રાજકોટ, તા.૧: મ્યુનિ.કોર્પોરેશનમાં તા.૧ એપ્રિલથી તા.૩૦ જુન દરમ્યાન મિલ્કત વેરા વળતર યોજનામાં કુલ - ૩,૨૯,૭૨૪ કરદાતાઓએ કુલ રૂ.૨૪૪.૪૫ કરોડના વેરાની ભરપાઇ કરી છે. જે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે રૂ.૩૨.૭૨ કરોડની વધુ આવક થઇ છે.
આ અંગે મનપાની સતાવાર મહાનગરપાલિકાના વર્ષ-૨૦૨૪માં તા.૧ એપ્રિલ થી તા.૩૦ જુન દરમ્યાન કુલ-૩,૨૯,૭૨૪ કરદાતાઓએ કુલ રૂ.૨૪૪.૪૫ કરોડના વેરાની ભરપાઇ કરેલ છે. જેમાં ઓફ લાઇન(કેશ તથા ચેક) દ્વારા ૯૩,૪૪૦ કરદાતાઓએ વેરો કુલ રૂ.૯૬.૨૭ કરોડ અને ઓન લાઇનના દ્વારા ૨,૩૬,૨૮૪ કરદાતાઓએ કુલ રૂ.૧૪૮.૧૮ કરોડ વેરાની ભરપાઇ કરેલ છે. કુલ વસુલ કરેલ રકમ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ ૨૪.૧૨ કરોડનું ડિસ્કાઉન્ટ આપેલ છે.
વર્ષ-૨૦૨૩ તા.૧ એપ્રિલ થી તા.૩૦ જૂન સુધીમાં કુલ ૩,૦૯,૧૮૮ કરદાઓએ કુલ રૂ.૨૧૧.૭૩ કરોડ વેરાની ભરપાઇ કરેલ છે. જેમાં ઓફ લાઇન(કેશ તથા ચેક) દ્વારા ૧,૦૨,૦૯૪ કરદાતાએ વેરો કુલ રૂ.૮૪.૫૭ કરોડ અને ઓન લાઇન દ્વારા ૨,૦૭,૦૯૪ કરદાતાઓએ કુલ રૂ.૧૨૭.૧૬ કરોડની ભરપાઇ કરેલ છે. કુલ વસુલ કરેલ રકમ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ.૨૧.૬૩ કરોડનું ડિસ્કાઉન્ટ આપેલ છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. રૂ.૨.૩૯ કરોડની વધુ ડિસ્કાઉન્ટ આપેલ છે તથા ગત વર્ષ કરતાં રૂ.૩૨.૭૨ કરોડની વધુ આવક તથા ૨૦,૫૩૬ નવા કરદાતાઓએ વેરાની ભરપાઇ કરવામાં આવેલ છે.
(4:00 PM IST)










