<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

જાણીતા કાન-નાક-ગાળાના સર્જન ડો. હિમાંશુ ઠક્કરનો જન્મદિવસ

રાજકોટ, તા.૧: ડો. હિમાંશુ ઠક્કર કે જેઓ રાજકોટ ખાતે ઇ.એન.ટી. સર્જન તરીકે છેલ્લા ૨૨ વર્ષથી પણ વધારે સમયથી પ્રેકિટસ કરે છે. મૂળ જૂનાગઢનાં વતની અને રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર આ  તબીબનો આજે જન્મ દિવસ છે તે સાથે આજે ૧ જુલાઈ નેશનલ ડોકટર્સ ડે તરીકે પણ ઉજવાય છે.  તેઓ દર્દી નારાયણની સેવામાં હમેશા તત્પર રહે છે. ડો. ઠક્કરના અનેક આર્ટિકલો મેડિકલ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય કક્ષાની જરનલોમાં પ્રસિદ્ધ થયેલ છે. આઈ.એમ.એ. ડો. સી. એસ. ઠાકર નેશનલ ઍવોર્ડ, શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા શ્રેષ્ઠ રઘુવંશી આંતરરાષ્ટ્રીય વ્યવસાયિક પ્રતિભા એવોર્ડ પણ મળેલ છે અને પ્રાઈડ ઓફ સૌરાષ્ટ્રનો એવોર્ડ પણ મળેલ છે. ઇંડિયન મેડિકલ અસોશિએશન દ્વારા medachievers અવોર્ડ ઓફ મેરિટ પણએનાયત થયેલ છે. પેજ ૩ મેગેઝિન દ્વારા PRIEST OF HUMANITY  અવોર્ડ પણ ડૉ હિમાંશુ ઠક્કર ને એનાયત થયેલ છે.

તેમનું નામ ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડમા પણ સ્થાન પામેલ છે. તેઓ અનેક સામાજિક અને સેવાકીય સંસ્થાઓ સાથે  સંકળાયેલા છે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટના ભુતપૂર્વ સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવેલ છે. ઇએનટી સોસાયટી ઓફ રાજકોટના તેઓ ભુતપૂર્વ પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ રઘુવંશી ડોકટર અસોશિએશનના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચુકેલા છે. રાજકોટ લોહાણા મહાજન ના ભૂતપૂર્વ માનદ મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમની ડૉ. ઠક્કર ઇ.એન.ટી. અને ડેન્ટલ હોસ્પિટલ  કે જે વિદ્યાનગર મેઈન રોડ. ૨૦૨ લાઈફ લાઈન બિલ્ડીંગ રાજકોટ ખાતે આવેલ છે જે આજે ૧૭ વર્ષ પૂરા કરી ૧૮  માં વર્ષમાં -વેશ કરે છે. છેલ્લા ૧૭ વર્ષથી ઠક્કર હોસ્પિટલ ખાતે જરૂરીયાત મંદ દર્દીઓ માટે  ૧ જુલાઈ ના રોજ  સેવા યજ્ઞ રૂપી કેમ્પ નું આયોજન કરવામાં આવી રહ્યું છે આ ત્રિવેણી સંગમ કે જેમાં ડો. હિમાંશુ ઠક્કર નો જન્મદિવસ. હોસ્પિટલનો ૧૮માં વર્ષમાં પ્રવેશ. અને ડોકટર્સ ડે  નિમિતે તેમના મિત્ર વર્ગ તરફથી શુભેચ્છા આપવામાં આવી રહી છે. તેમના મો. ૭૯૯૦૧૫૩૭૯૩ છે.

(4:15 PM IST)