તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 1st July 2024
ભારે વરસાદ સંદર્ભે આર્મી પણ એલર્ટઃ રાજકોટમાં કલેકટર તંત્ર પાસેથી જીલ્લાનો ડીઝાસ્ટર પ્લાન લઇ રવાના
રાજકોટ શહેર-જીલ્લામાં ર૪ કલાકમાં કુલ ૧૪ ઇંચ પાણી પડયું: મોસમનો કુલ ૪પાા ઇંચ વરસાદ : NDRF ની ટીમ એલર્ટ કરાઇઃ SDRF ની એક ટીમ ધોરાજી-ઉપલેટા-જેતપુર પંથકમાં મોકલાઇ: કલેકટરે પોતાના તમામ અધીકારીઓને સાબદા કર્યા

રાજકોટ તા. ૧: રાજકોટ શહેર-જીલ્લામાં સાંજ સુધીમાં ભારે વરસાદની ચેતવણી હોય કલેકટરે પોતાના તમામ અધીકારીઓને સાબદા કર્યા છે, હાઇ એલર્ટ રહેવા સૂચના આપી છે.
દરમિયાન ભારે વરસાદ સંદર્ભે આર્મી પણ એલર્ટ બની છે, જામનગરથી આર્મીના જવાનો રાજકોટ દોડી આવ્યા હતા, અને એડી. કલેકટરને મળી તમામ વિગતો મેળવી રાજકોટ જીલ્લાનો ડીઝાસ્ટરનો પ્લાન લઇ જામનગર જવા રવાના થયા હતા.
બીજી બાજુ રાજકોટને NDRF ની એક ટીમ તો ફાળવાઇ છે, જેનો મોરબી રોડ પર મુકામ છે, દરમિયાન ગુજરાત સરકારે ભારે વરસાદની ચેતવણી સંદર્ભે રાજકોટ કલેકટર તંત્રને SDRF ની પણ એક ટીમ ફાળવી છે, જે કલેકટર તંત્રે ધોરાજી-ઉપલેટા-જેતપુર પંથકમાં મોકલી દેવાઇ છે.
દરમ્યાન છેલ્લા ર૪ કલાકમાં રાજકોટ જીલ્લામાં જસદણ-૧ ઇંચ, ગોંડલ-૧ ઇંચ, જામકંડોરણા-૩ ઇંચ, ઉપલેટા-૧ાા ઇંચ, ધોરાજી-૩ ઇંચ, જેતપુર-૪ ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડયો છે. છેલ્લા ર૪ કલાકમાં તમામ તાલુકા થઇને રાજકોટ શહેર-જીલ્લામાં ૧૪ ઇંચ તો મોસમનો કુલ ૧૧૩૯ મીમી એટલે કે ૪પાા ઇંચ થયો છે. જેમાં સૌથી વધુ જેતપુર તાલુકામાં મોસમનો ૮ ઇંચ, અને સૌથી ઓછો વીંછીયા તાલુકામાં માત્ર ૧ાા ઇંચ નોંધાયો છે. રાજકોટમાં મોસમનો સવા ચાર ઇંચ થયો છે.
(4:24 PM IST)










