તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Monday, 1st July 2024
વિશ્વકર્મા-હરિઓમ સોસાયટીમાં સામાન્ય વરસાદમાં ગોઠણડૂબ
આ ગાડા મારગ નહીં કોઠારીયા વિસ્તારનો રોડ છે : વોર્ડ નં. ૧૮ના કોર્પોરેટરો સહિત અધિકારીઓને અનેકવાર રજુઆતઃ સમસ્યા જૈસે થેઃ જાયે તો કહાં જાયે જેવી સ્થિતિ

:
પાણીની સમસ્યા કયારે ઉકેલાશે? લત્તાવાસીઓમાં રોષ
અહીંથી પસાર થશો તો નટ-બોલ્ટ ઢીલા પડવાની ગેરેન્ટી!!!
કોઠારીયા વિસ્તારની વિશ્વકર્મા તથા હરિઓમ સોસાયટીના રહેવાસીઓ વિકાસની વાતો વચ્ચે ગાડા મારગ જેવા રસ્તા પરથી પસાર થવા મજબુર છે. તંત્રના કાને અનેક ફરિયાદો પણ અથડાઇ ને પાછી ફરી રહી છે. ત્યારે સમસ્યાનો ઉકેલ ન થતા સ્થાનીકોમાં આક્રોશ ફરી વળ્યો છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ,તા. ૧: શહેરના કોઠારિયા વિસ્તારમાં આવેલ વિશ્વકર્મા-હરિ ઓમ સોસાયટીમાં સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓ પર ગોઠણડુબ પાણી ભરાવાથી વિસ્તારવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લત્તાવાસીઓએ રોષ સાથે જણાવ્યું હતુ કે આ વિસ્તારના પ્રશ્નની આ કોર્પોરેટરોને અનેક વખત રજુઆત કરવા છતા પરિસ્થિતી જૈ સે જોવા મળી રહી છે.
માનવી ત્યાં સુવિધાના સુત્રને ચરિતાર્થ કરવામાં મનપા તંત્ર ઉણુ ઉતર્યું છે. શહેરના વોર્ડ નં. ૧૮ના કોઠારીયા રોડ સ્થિત લાલ બહાદુર વિસ્તાર પાસેની વિશ્વકર્મા તથા હરિઓમ સોસાયટીના રસ્તાઓની હાલત ગાડા માર્ગ કરતા પણ બદતર બની છે. પહેલા જ વરસાદમાં રાજકોટમાં પાણી ભરાવાની ફરિયાદોની સામે રસ્તા પણ તુટી ગયા છે. અહીં ગોઠણસમા પાણી રોડ ઉપર ભરાયા છે. લત્તાવાસીઓ દ્વારા અનેકવાર તંત્રને ફરિયાદ કરી હોવા છતા પરિસ્થિતિમાં કોઇ ફેર પડયો નથી. અહીંના કોર્પોરેટરો, મનપાના અધિકારીઓ-પદાધિકારીઓ એક પણ વખત પૃચ્છા કરવા પણ ફરકયા ન હોવાથી સ્થાનીકોમાં રોષ ભભુકી રહ્યો છે. લોકોને પારાવાર મુશ્કેલીઓમાંથી પસાર થવું પડી રહ્યુ હોવા છતાં તંત્રના બધેરા કાને ફરિયાદ પહોંચતી ન હોવાનો ઘાટ ઉભો થયો છે.
(4:30 PM IST)










