News of Tuesday, 2nd July 2024
સાધન સહાય યોજના નબળા વર્ગ માટે આશીર્વાદરૂપઃ વિજય કોરાટ

રાજકોટ તા.રઃ દેશમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતળત્વમાં અને ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વમાં કુશળ સંગઠન અને પેઇઝ સમિતિના પ્રણેતા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતે વિકાસની હરણફાળ ભરીને સૌનો સાથ - સૌનો વિકાસના મંત્રને ચરિતાર્થ કર્યો હોવાનું કિશાન મોરચાના પ્રદેશમંત્રી વિજયભાઇ કોરાટે જણાવ્યુ છે.
રાજ્યમાં ખેડૂતોને બાગાયત ખેતીમાં વાવેતરમાં સહાય યોજના તેમજ વાવેતર બાદ ઉત્પાદન પછી વેલ્યુ એડીશન માટે હાલ ઘણી યોજનાઓ અમલમાં છે. એ જ રીતે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા ગુજરાતની ભાજપા સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ તા.૦૩-૦૭-૨૦૨૪થી સાધન સહાય યોજના શરુ કરવામાં આવનાર છે.
ગોૈશાળા- પાંજરાપોળ અને ગ્રામ પંચાયતોને અનુલક્ષીને ગોૈચર વિકાસ બોર્ડ દ્વારા વિવિધ સરકારી સહાયકારી યોજના માટે ઓનલાઇન અરજીઓ સ્વીકારાઇ રહી છે. જેની મુદત ૩૦ જુલાઇ છે.
આર્થીક નબળા વર્ગ માટે આશીર્વાદરૂપ આ યોજના બદલ વિજયભાઇ કોરાટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી સી.આર. પાટીલનો આભાર વ્યકત કરી અભિનંદન પાઠવ્યા છે
(4:06 PM IST)










