<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

આખરે ભાદર ડેમમાં નવા પાણીની એન્‍ટ્રીઃ પોણા ફુટનો વધારોઃ સૌરાષ્‍ટ્રના કુલ ડેમોમાં ૦ાા થી રર ફુટ પાણી ઠલવાયું

મેઘરાજાએ લોકોને ખુશ કરી દિધાઃ અનેક ડેમો અર્ધા ભરાયાઃ ભાદર-ર ડેમમાં ૧પ ફુટ પાણી આવ્‍યું

રાજકોટ તા. ર :.. ધીંગી મેઘસવારીને  કારણે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના કુલ ડેમોમાં ૦ાા થી રર ફુટ નવા પાણીની આવક થતા અનેક ડેમો અર્ધા ભરાઇ ગયા છે, ભાદર-ર ડેમમાં ૧પ ફુટ નવુ પાણી આવ્‍યું છે, તો ભડભાદર-૧ ડેમમાં નવા પાણીની એન્‍ટ્રી થતા-પોણા ફુટનો વધારો નોંધાયો છે, ભાદર-૧ ની સપાટી ૧૦ાા ફુટે પહોંચી છે.

આ ઉપરાંત ફુલઝર-૧, અને ફુલઝર-ર (કો. બા.) ડેમો એક રાતમાં ૯૦ ટકા ભરાઇ ગયા છે, સીંધણી ડેમમાં એકી સાથે રર ફુટ તો અમરેલીના સાકરોલીમાં એક રાતમાં ૧૩ ફુટ નવુ પાણી આવતા આ ડેમ પ૦ ટકા ભરાઇ ગયો છે.

ધોરાજી : ધોરાજીમાં આવેલ ભાદર બે ડેમ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓવરફલો થયો છે.  (તસ્‍વીર - અહેવાલ : ધર્મેન્‍દ્ર બાબરીયા - ધોરાજી)

ડેમોની વિગત આ મુજબ છે.

રાજકોટ જીલ્લો

ડેમનું નામ  છેલ્લા ર૪ કલાકમાં    હાલની જીવંત

             થયેલ વધારો ફુટમાં   સપાટી ફુટમાં

ભાદર               ૦.૬ર           ૧૦.૪૦

મોજ                ૪.ર૦           ૩૧.ર૦

ફોફળ               ર.૪૦           ૧ર.૮૦

વેણુ-ર              ૭.૩પ          ૮.૦૦

આજી-ર     ૦.૧૦          રપ.૯૦

આજી-૩    ૩.૪૦          ૮.૯૦

સોડવદર    પ.પ૮          પ.૧૦

સૂરવો               ૧૬.૮          ૧૦.૦૦

વેરી         ૦.૧૦          ૦.૪૦

ન્‍યારી-ર    ૦.૩૩          ૧ર.૧૦

ફાડદંગ બેટી        ૧.૮૦          --

ખોડાપીપર ૧.૪૮          ૩.પ૦

છાપરવાડી-ર       ૪.પ૯          પ.૪૦

ભાદર-ર    ૧પ.ર૭         ર૧.૪૦

મોરબી જીલ્લો

મચ્‍છુ-ર     ૦.૭ર           ૧૩.પ૦

ડેમી-ર              ૬.ર૩           ૩.૮૦

ઘોડાધ્રોઇ    ૩.૪૪          ૧૩.૧૦

બંગાવડી   ૦.૬૬          પ.ર૦

બ્રાહ્મણી     ૦.૬૩          ૧૦.૯૦

બ્રાહ્મણી-ર  ૦.૯૮          ૧૩-૦૦

જામનગર જીલ્લો

સસોઇ               ૧.૯૭          ૬.૯૦

પન્‍ના               ૧.૧૮          પ.પ૦

ફુલઝર-૧   ૧પ.ર૬         ર૦.૧૦

સપડા               પ.૭૪          ૭.૪૦

વિજરખી    ર.ર૬           ૧૩.૭૦

ડાઇમીણસાર        ર.૧૭           ૦.૭૦

ફોફળ-ર    ર.૦૦           ૬.૧૦

ઉંડ-૩               ૦.૮ર           ૧૦-૦૦

આજી-૪    ૬.૩૦          ---

ઉંડા-૧              ૧.પ૪          ૮.૯૦

વાડીસંગ    ૧૧.પપ                ૬.૭૦

ફુલઝર(કો.બા.)     ૧૩.ર૯         ર૧.ર૦

રૂપાવટી    ૩.૬૧          ૩.૮૦

રૂપારેલ             ૩.૯૪          ૩.૮૦

ઉમીયા સાગર      ૧ર.૬૩         ૯.૯૦

સસોઇ-ર    ૪.પ૯          ૧૧.૬૦

વગડીયા    ૧૬.પ૭        ૬.૧૦ (ઓવર ફલો)

દ્વારકા જીલ્લો

ઘી          ૩.ર૮           ૭.૧૦

વર્તુ-૧              ૧૧.૪૮         ૮.ર૦

ગઢકી               ૧પ.ર૬         પ.૧૦

વર્તુ-ર              ૪.૯ર           ૮.પ૦

શેઢા ભાડથરી       ૧૩.૯૪         --

વેરાડી-૧   ૪.૧૩          ---

સીંધણી             રર.ર૪         ૩.૬૦

કાબરકા     ૧.૧પ          ૩.૪૦

વેરાડી-ર    ર.૯પ          ---

મીણસાર    ૧૩.૭૮         ૩.૯૦

સુરેન્‍દ્રનગર જીલ્લો

મોરસલ     ૬.પ૬          --

અમરેલી જીલ્લો

સાકરોલી       ૧૩.૦૬         ૧૩.૧૦

(5:12 PM IST)