તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
અનમોલ પાર્કમાં મહેબુબભાઇ અજમેરીના મકાનમાં ૧૧ હજારની ચોરી
પુત્રના પગારના રૂા. ૭ હજાર, બે મોબાઇલ તસ્કરો ઉઠાવી ગયા

રાજકોટઃ તા. ૨: આજીડેમ ચોકડી પાસે અનમોલ પાર્ક સોસાયટીમાં રહેતા પ્રોૈઢને નિશાન બનાવી તસ્કરો રોકડ તથા બે મોબાઇલ મળી રૂા. ૧૧, ૫૦૦ ની માલમતા ચોરી જતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ અમદાવાદ, ધોળકાના જૂના ખલ્લકપુરા હાલ આજીડેમ ચોકડી પાસે અનમોલ પાર્ક સોસાયટી શેરી. નં. ૧ માં રહેતા મેહબુબભાઇ કાસમભાઇ અજમેરી (ઉ.વ. ૫૨) આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતે માધાપર ચોકડી પાસે આવેલા બ્લુડાર્ટ કુરીયર સર્વીસની બોલેરો ગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા. ૨૯/૬ ના રોજ પોતે જમીને ઁઘરની બહાર ફળીયામાં પુત્ર તોફીક બંને સુતા હતા. અને અન્ય સભ્ય રૂમમાં સુતા હતા. બાદ વહેલી સવારે પુત્ર તોફીક જાગીને ઘરના અન્ય સભ્યોને પણ જગાડીને કહેલ કે રાત્રે હું મારા ઓશીકાનીચે મારા પગારના રૂા. ૭૦૦૦ રોકડા તથા મોબાઇલ રાખી સુતો હતો.અને અચાનક કંઇક અવાજ આવતા પોતે જાગી ગયેલ અને મારા ઓશીકા નીચે તપાસ કરતા રોકડ અને મોબાઇલ જોવાન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી તપાસ કરતા પોતાનો મોબાઇલ જોવા મળ્યો ન હતો આથી કોઇ અજાણ્યા શખ્સો બે મોબાઇલ અને રોકડ મળી રૂા.૧૧, ૫૦૦ ની માલમતા ચોરી ગયા હોવાની ખબર પડતા પોતે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડકોન્સ આર.સી. ઝાલાએ તપાસ હાથધરી છે.
(4:25 PM IST)










