<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

‘ફિલિંગ ફાસ્‍ટ....'૭૫ વર્ષની ડોશીના અમેરિકા જવાના ઊંધે કાંધ શરૂ થયેલા પ્રયત્‍નો જોવા રાજકોટની જનતા ઉત્‍સુક

તા. ૦૯ મંગળવાર બે શો હેમુ ગઢવી હોલ મેઇનમાં: ટિકીટ માટે સંપર્ક મો.૯૦૨૩૨૮૨૪૦૭ બુકમાઇશો

રાજકોટઃ ઉત્તમ કલા વાંછુ રાજકોટ વાસીઓ સુંદર કલા ના કોઈ પણ સ્‍વરૂપ ને દિલ થી આવકારે છે. જેની સાબિતી કૈક જુદા પ્રકાર ના , બોલ્‍ડ વિષય ધરાવતા નાટકો ને પણ આપ સહુ એ આપેલો બહોળો અને ભાવભર્યો પ્રતિસાદ છે. વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ એ લાવેલું નાટક - આજ જાને કી ઝિદ ના કરો માં લોકલ ટ્રેન ના ડબ્‍બા ઉભા કરાયા હતા જયારે તેનાથી તદ્દન વિરુદ્ધ હવે પછી ના નાટક- ‘‘યુનાઇટેડ સ્‍ટેટ્‍સ ઓફ પાડાની પોળ'' માં ૨૦ જેટલા માતબર કલાકારો ની ટીમ સ્‍ટેજ પર અદભુત દ્રશ્‍યો , કોમેડી ડાયલોગ અને કોમેડી ગીતો વડે એવો માહોલ બનાવે છે કે જાણે ખરેખર અમદાવાદ ની એક પોળ માં ઉભા હોઈએ . અલગ અલગ પાત્રો ની અલગ અલગ વિશેષતાઓ ને અને તેમને રજુ કરવાની સાવ જ અનોખી સૌમ્‍ય જોશી ની ઢબ, હાસ્‍ય ની એક અલગ જ અનુભૂતિ કરાવે છે.

ડોશી છે ૭૫ વર્ષ ની પણ સપનાઓ આકાશ ને આંબે એવડા. સપનાઓ જોયા તે તો ઠીક પણ એને પુરા કરવા એવા તો પ્રયત્‍નો શરુ કર્યા જાણે જીવન નું એક માત્ર લક્ષ્ય અમેરિકા જવાનું છે ! ને ડોશી ના સપના ની પાછળ આખે આખી પોળ દિવસ રાત જોયા વગર એવા તો ‘ધંધે' લાગી જાય છે જાણે તેમને આ એક જ ધંધો હોય !! દરેક પોળવાસીએ આપેલા અલગ અલગ નુસખાઓ, રીત ભાતો ને તરીકાઓ થી ડોશી અમેરિકા જવાની ‘‘પ્રયત્‍ન-યાત્રા'' માં લગભગ છેવાડે સુધી તો પહોંચી ગઈ - પણ પછી ....? પછી શું થયું ? ડોશી અમેરિકા જઈ શકી કે નહિ - તે જાણવા તો ‘યુનાઇટેડ સ્‍ટેટ્‍સ ઓફ પાડાની પોળ' નાટક માણવું પડે!

નાટક ના મુખ્‍ય કલાકારો - પ્રેમ ગઢવી , જીજ્ઞા વ્‍યાસ અને સૌમ્‍ય જોશીએ એક થી વધારે પાત્રો ભજવવા છતાં દરેક પાત્ર ને પૂરતો ન્‍યાય આપી લોકો ના દિલ જીતે લે છે. ખરેખર તો લોકો ને ઇંતેજારી રહે છે કે હવે જે પાત્ર ની શાબ્‍દિક ઓળખાણ આપી તે પાત્ર ભજવવા કોણ આવવાનું છે ?! અને આ ત્રણ મુખ્‍ય કલાકારો ની સાથે લગભગ ૧૬ થી ૧૭ જેટલા પોળવાસીઓના પાત્રો ભજવતા કલાકારો તેમના અભિનય ને અલગ જ ઊંચાઈ પર લઇ જાય છે. આ ત્રણેય મુખ્‍ય કલાકારો વિષે ની રસપ્રદ વાતો અને લેખક, દિગ્‍દર્શક અને હવે તો રાજકોટ ના માનીતા પણ ખરા એવા શ્રી સૌમ્‍ય જોશી પાસે થી આ નાટક વિષે અન્‍ય રસપ્રદ માહિતીઓ મેળવતા રહીશું આગામી દિવસો માં. ત્‍યાં સુધી રાજકોટવાસીઓ હસી હસી ને આંખોમાં આંસુ લાવવા માટે તૈયાર થઇ જાવ.

૭૦ મિનિટના આ કોમેડી નાટક માં ડોશી ને અમેરિકા પહોંચાડવા માટે તેની આખી પોળ જેનું નામે છે પાડા ની પોળ -કઈ રીતે મદદ કરે છે અને તેમાંથી કેવી કેવી કોમેડી રચાય છે તેનું ખુબ જ રસિક લેખન અને નિરૂપણ શ્રી સૌમ્‍ય જોશી એ કર્યું છે.

રાજકોટમાં નાટકના બે પ્રયોગ ૯ જુલાઈ , મંગળવાર રાત્રે ૮.૩૦કલાકે અને ૧૦.૧૫ કલાકે , હેમુ ગઢવી હોલ ખાતે થશે. ટિકિટ માટે સંપર્કઃ ૯૦૨૩૨૮૨૪૦૭ અથવા બુકમાઇશો.

રાજકોટ માં ‘યુનાઇટેડ સ્‍ટેટ્‍સ ઓફ પાડા ની પોળ' વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ આયોજન કરી રહ્યું છે.ત્‍યારે આ નાટકના આધારસ્‍તંભોમાં સૌ પ્રથમ નામ હંમેશ મુજબ પથદર્શક એવા અકિલા પરિવાર ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને દીવાદાંડી સમાન શ્રી નિમિષભાઇ ગણાત્રાનું તથા સમગ્ર અકિલા પરિવારનું છે. સાથે એપલ બેસન, મીરા જવેલ્‍સ ,મધુસુદન મસાલા (ડબલ હાથી ), રા રા પ્રિમયમ વોટર અને સરાઝા હોટેલનો સહયોગ મળેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

(1:57 PM IST)