News of Wednesday, 3rd July 2024
દોઢસો ફૂટ રોડ અંબીકા કોમ્પ્લેક્ષની ઓફીસમાં દરોડો : તીનપત્તી રમતા સાત શખ્સો પકડાયા
ગાંધીગ્રામ પોલીસના કોન્સ રોહિત દાનભાઇ ગઢવી અને મુકેશભાઇની બાતમીઃ રોકડ અને મોબાઇલ સહિત રૂા. ૧.૧૨ લાખની માલમત્તા કબ્જે

રાજકોટઃ તા. ૩: દોઢસો ફૂટ રીંગ રોડ પર અંબીકા કોમ્પ્લેક્ષમાં આવેલી ઓફીસમાં ગાંધીગ્રામ પોલીસે બાતીમના આધારે દરોડો પાડી તીનપતી નો જુગાર રમતા સાત શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ દોઢસો ફૂટ રોડ પર અંબીકા કોમ્પ્લેક્ષમાં આવેલી એક ઓફીસમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્સ રોહીતદાનભાઇ ગઢવી અને મુકેશભાઇ ને બાતમી મળતા અંબીકા કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલી ૧૫૩ નંબરની ઓફીસમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ઓફીસ સંચાલક લકકીરાજસિંહ વનરાજસિંહ રાણા ગાંધીગ્રામ જીવંતીકાનગર શેરી નં. ૧ના દિગ્વીજયસિંહ હીતેન્દ્રસિંહ રાઠોડ, જીવરાજપાર્ક શીતાજી ટાઉનશીપ બ્લોકનં. સી ૩૦૬ ના ધર્મેશ છેલશંકરભાઇ વ્યાસ જામનગરરોડ પર બ્રહ્મમનાથ સોસાયટી શેરી નં. ૧ ના વિરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા રૈયાધાર જશોદા ચોક પાસે રહેતો કરણ પુના સાટીયા મૂળ ભાવનગરના નાના ખોખરા હાલ રૈયા ચોકડી પાસે આશાપુરા એન્ટરપ્રાઇઝની ઓફીસમાં રહેતો મહેન્દ્રસિૈંહ નીરૂભા ગોહીલ અને કનૈયા ચોક જીવનનગર શેરી નં. ૧ ના શની સુરેશભાઇ બખોપારીયા ને પકડી લઇ રૂા. ૧૮, ૩૭૦ રોકડા તથા પાંચા મોબાઇલ ફોન મળી રૂા. ૧,૧૨, ૩૭૦ ની માલમતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી આ કામગીરી પી.આઇ.બી.ટી. અકબરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.એસ.એલ. ગોહિલ, એ.એસ.આઇ. ધમેન્દ્રસિંહ રાણા હેડ કોન્સ મસરીભાઇ ભેટારીયા કોન્સ શકિતસિંહ ગોહિલ, પ્રદિપભાઇ ડાંગર રોહિતદાનભાઇ રોહતીદાનભાઇ ગઢવી મુકેશભાઇ તથા કુલદીપસિંહ રાણા દ્વારા કરવામાં આવી હતી
(2:06 PM IST)










