News of Wednesday, 3rd July 2024
બસપા તથા પ-અપક્ષોએ પોતાના ખર્ચના હિસાબો રજૂ કર્યાઃ ર૭ હજારથી ૩ લાખ સુધીનો ખર્ચ દેખાડયો
રાજકોટ લોકસભા ચૂંટણી... : ભાજપ-કોંગ્રેસનો હિસાબ બાકીઃ આજે બપોર બાદ રજૂ કરે તેવી શકયતા...

રાજકોટ તા. ૩ : રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી પૂરી થઇ, ચૂંટણી લડેલા કુલ ૯ ઉમેદવારોનો ફાઇનલ ખર્ચના હિસાબોનું ચેકીંગ ગઇકાલથી ખર્ચના ઓબઝર્વર શ્રી માધવ મીશ્રાની ઉપસ્થિતિમાં રાજકોટ કલેકટર તંત્ર દ્વારા શરૂ થયું છે.
ગઇકાલે બપોર બાદ કાર્યવાહી થઇ પરંતુ ભાજપ- કોંગ્રેસ હિસાબો રજૂ કર્યા ન હતા, ત્યારે બસપા અને પ અપક્ષોઍ હિસાબો રજૂ કરી દીધા છે, ભાજપ-કોંગ્રેસ ના ઉમેદવારો કે તેના પ્રતિનિધિ આજે બપોર બાદ ખર્ચના ઓબઝર્વર તેમજ નોડલ ઓફીસર શ્રી નવનાથ ગવ્હાણે સમક્ષ હિસાબો રજૂ કરે તેવી શકયતા છે.
જેમણે હિસાબો રજુ કર્યા અને ખર્ચ દેખાડયો તેમાં ચમનભાઇ સવસાણી-બસપા-૧ લાખ પ૯ હજાર-૭૦૬, જયારે પ-અપક્ષો અજાગીયા વિરલ-૩ લાખ ૬ હજાર, જીજ્ઞેશભાઇ મહાજન-ર૭૮૦૦, નયન ઝાલા-પરર૦૦, પ્રકાશભાઇ સિંધવ-૧ લાખ રપ હજાર તથા ભાવેશભાઇ પીપળીયા-૧ લાખ ૭ર હજારનો સમાવેશ થાય છે.
(2:20 PM IST)










