<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

બદ્રીનાથ મંદિરના મહંત પર વિધર્મીઓ દ્વારા હુમલો અને પ્રશાસનની ઢીલી નીતિ સામે કલેકટરને આવેદન

રાજકોટઃ આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરીષદ રાજકોટ એકમે કલેકટરને આવેદન પાઠવી હિન્‍દુ મંદિરના પૂજારી પર પ વિધર્મીઓની ટોળી દ્વારા જીવલેણ હુમલા બાદ ૧૭ દિવસ સ ુધી પ્રશાસન દ્વારા કોઇ કાર્યવાહી નહીં, ૧૮ દિવસ એફઆઇઆર માં પણ નિવેદન વિરુદ્ધ કરેલ ફેબદલી અંગે રજૂઆતો કરી હતી. આવેદનમાં જણાવેલ કે તાજેતરમાં બદ્રીનાથ મંદિર મહંત પર પ વિધર્મીની ટોળીએ જીવલેણ હુમલો કરેલ હોય, પીડિત મહંતશ્રીને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન જે લોકોને પર તાત્‍કાલિક એફઆઇઆર થવી જોઇએ તેમના બદલે ત્‍યાં એમએલસી રિપોર્ટ સોંપેલ ત્‍યારબાદ કોઇ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે ન હતી. જેથી સ્‍થાનિક હિન્‍દુ સંગઠનોને જાણ થતાં પોલિસ પ્રશાસનને ઘટના સ્‍થળે કાર્યવાહી માટે બોલાવેલ જેમાં પણ નિવેદન લખનાર પણ તે જ પોલીસ કર્મી. હોઇ જેથી પીડિત પુજારીના સ્‍પષ્‍ટ નિવેદન વિધર્મી આરોપીઓની સંખ્‍યા પ લખાવેલ હોઇ તેમને બદલી આરોપી સંખ્‍યા ૩ દર્શાવી આરોપીઓને છાવરવામાં આવી રહ્યા છે. જેથી અમો સર્વે હિન્‍દુ સંગઠન જે તે વિષય સાથે જોડાયેલ સરકારી કાયદાકીય ઢીલી અને પોતાની ફરજ વિમુખ બની કરેલ કાર્યવાહિથી સંતુષ્‍ટ નથી. જેથી કાયદો તોડનાર તેમજ પ્રશાસનમાં બેદરકારી કરનારને કાયદાનું ભાન થાય અને નાગરિકોને કાયદા અને સરકાર પર ભરોસો રહે તેવી કાર્યવાહી કરો.

(2:28 PM IST)