News of Wednesday, 3rd July 2024
મુજકો યારો માફ કરના...
નશાખોર ભાન ભુલી પોલીસ સ્ટેશન સામે જ રોડ પર સુઇ ગયો!

રાજકોટઃ દારૂબંધીના કાયદાનો પોલીસ કડક અમલ કરાવતી હોય છે. પરંતુ રાજકોટ શહેરમાં સવાર-સવારમાં એક નશાખોર ભાન ભુલી ગયો હતો. દોઢસો ફુટ રીંગ રોડ પર પોલીસ સ્ટેશનની સામેના જ રોડ પર આ નશાખોર ટ્રાફિકથી સતત ધમધમતાં રોડ પર નિરાંતે સુઇ ગયો હતો! આ વિડીયો વાયરલ થયો હતો. જો કે પોલીસને જાણ થાય અને પોલીસ પહોંચે એ પહેલા તે ‘છુંમંતર' થઇ ગયો હતો. (ફોટોઃ અશોક બગથરીયા)
(2:35 PM IST)










