News of Wednesday, 3rd July 2024
નાટક ‘ધર્મગાથા'માં શ્રી કૃષ્ણએ કરેલી પાંચ વાતો રજૂ કરાશે
રાજકોટના ૧પ થી ર૦ કલાકારોની ટીમનો મુખ્ય ઉદેશ સમાજમાં ધર્મરક્ષણ અને ગીતા જ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવાનો ૭મીએ અષાઢી બીજના દિવસે નાટય કલાના યુગનું દ્વિતીય ચરણ, આ વખતે યુવાનોમાં વધતા પ્રેમલગ્નના ચલણને મહાભારતના પ્રસંગ સાથે સરખાવી પ્રેમલગ્નની સાચી વ્યાખ્યા દર્શાવાશે

રાજકોટઃ શહેરની નાટયપ્રેમી જનતા માટે ટીમ નાટયમ અને શેર વિથ સ્માઈલ એનજીઓ એ ગત વર્ષે ઓક્ટોબર માસમાં ધર્મગાથા નાટક સફળતા પૂર્વક રજુ કરવામાં આવ્યું હતું જેમાં મહાભારતના પ્રસંગો રજૂ કરી સમાજની હાલની સમસ્યાઓ મુજબ માનસિક તણાવ અને તેનો ઉકેલ આપણા સાંસ્કળતિક ગ્રંથોમાંથી જ મળી શકે છે તે વાત નું પ્રમાણ પૂરું પાડ્યું હતું. આ પ્રથમ ચરણને મળેલ બહોળા પ્રતિસાદ બાદ ફરી એક વખત આગામી ૭ જુલાઈના રોજ, હેમુ ગઢવી હોલ ખાતે ધર્મગાથા - દ્વિતીય ચરણ રજૂ કરવા જઈ રહ્યું છે. જેમાં પ્રથમ ચરણના પ્રસંગો સાથે આજની પેઢી ને અને જાણવા, શીખવા અને સમજવા લાયક પ્રસંગો ઉમેરી બહુ ઓછા સાંભળ્યા કે વાંચ્યા હોઈ તેવા પ્રસંગોનો સમાવેશ કરી નાટયકલાના નવા યુગને ફરી ઉજાગર કરવામાં આવનાર છે.
આજની યુવા પેઢી પヘમિી સંસ્કળતિ સાથે આગળ તો વધી રહી છે પરંતુ તેના કારણે કેટલીક વખત યુવા પેઢી ઉપર તેની ઉંધી અસર પણ જોવા મળે છે. ત્યારે મહાભારતના કેટલાક મહત્વના પ્રસંગો આજની યુવા પેઢીને જાણવા અને સમજી જીવનમાં ઉતારવા જરૂરી છે તેવા પ્રસંગોને નાટયના રૂપમાં દર્શાવવા તેમજ આજની જનરેશનમાં ધર્મગાથાનું સિંચન થાય તે માટે એક અનોખો પ્રયાસ ટિમ નાટયમના યુવાનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેમાં મુખ્યત્વે યુવાનોમાં વધતા પ્રેમલગ્નના ચલણને મહાભારતના પ્રસંગ સાથે સરખાવી પ્રેમલગ્નની સાચી વ્યાખ્યા દર્શાવવા પ્રયાસ કરાયો છે અને કળિયુગની શરૂઆત થઇ ચુકી છે ત્યારે ભગવાન શ્રી કળષ્ણએ કરેલી કળિયુગ વિશેની ખાસ પાંચ વાતો લોકો સમક્ષ રજૂ કરી જાગળતતા લાવવા પ્રયાસ કરાયો છે.
રાજકોટમાં ટીમ નાટયમ અને શેર વિથ સ્માઈલ એનજીઓ દ્વારા નાટયકલાને ફરી એક નવી રાહ બતાવવાના પ્રયાસથી ટીમ નાટયમના યુવાનો દ્વારા ધર્મગ્રંથો આધારે નાટકો રજૂ કરવાનો નિર્ણય લીધો છે. ધર્મગાથા- નાટયકલાનો નવો યુગ એ એક એવો નાટય પ્રોજેક્ટ છે, જેમાં મહાભારત જેવા ધર્મગ્રંથોના એવા પ્રસંગો રજુ કરવામાં આવી રહ્યો છે જેના ઉલ્લેખ વધુ ન થતા તે સમાજના મોટા વર્ગ સુધી પહોંચવામાં અસફળ રહ્યા હોવાનું જણાવાયું છે.
ધર્મગાથા આગામી ૭ જુલાઈ રવિવારે રાત્રે ૯ વાગ્યે હેમુગઢવી હોલ, ટાગોર રોડ, ખાતે પ્રસ્તુત કરવામાં આવશે, જેમાં પ્રોફેશનલ કલાકારોનો સમાવેશ રહેશે અને રાજકોટના નામી અનામી લોકો મહેમાન સ્વરૂપે આ નાટકની શોભા વધારશે. આ નાટકના ડિરેક્ટર દેવર્ષિ હરેશભાઇ પંડ્યા, કોડીરેક્ટર દુર્ગેશસિંહ જાડેજા, ક્રિએટિવ ડિરેક્ટર હર્ષ પંડ્યા અને લેખિકા હીના યાજ્ઞિક સાથે રાજકોટના ૧૫ થી ૨૦ નામી કલાકારો દ્વારા આ નાટક ભજવવામાં આવનાર છે, જેનો મૂળ ઉદ્દેશ સમાજમાં ધર્મ રક્ષણ અને ગીતા જ્ઞાન પ્રત્યે જાગળતિ લાવવાનો છે. નાટક લગતી કોઈ પણ પ્રકારની માહિતી અથવા પાસ મેળવવા માટે તમે ટિમ નાટયમના હર્ષ પંડ્યા મોં. નં. ૬૩૫૩૩૭૮૩૭૧ પર સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(2:50 PM IST)










