<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

ભાસ્‍કર - પરેશ અપહરણ કેસમાં વધુ બે સાહેદો હોસ્‍ટાઇલ

આજે ચાર સાહેદોની જુબાનીમાં ઓળખ પરેડના બે પંચ સાહેદોની જુબાની બાદ હોસ્‍ટાઇલ જાહેર કરાયા : અન્‍ય બે સાહેદોમાં મામલતદાર અને પી.એસ.ઓ. ગેરહાજર રહ્યા : કાલે તપાસનીશ અધિકારીની જુબાની લેવાશે

 

રાજકોટ તા. ૩ : રાજકોટ સહિત રાજયભરમાં ચકચાર મચાવનાર હાઇ પ્રોફાઈલ કેસમાં રૂ.૨૦ કરોડની ખંડણી વસુલવાના મામલે ૨૪ ભાષ્‍કર-પરેશ અપહરણના કેસની ૨૪ વર્ષ બાદ કોર્ટમાં ચાર્જફ્રેમ થતા તા.૨ જુલાઈથી સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે ફરિયાદી અને સાહેબ હોસ્‍ટ  સ્‍ટાઈલ થયા બાદ બીજા દિવસે પણ મોસ્‍ટ સ્‍ટાઇલ થયા હતા થયા છે આવતીકાલે તપાસની અધિકારીની જુબાની લેવામાં આવશે.

આ કેસની હકીકત મુજબ રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર ગત તા.૧૨/૧૧/૨૦૦૦ ના રોજ મોડી રાત્રે નામાંકિત વેપારી પરિવારના ભાસ્‍કર અને પરેશ નામના બંને યુવકોની રૂ.૨૦ કરોડની ખંડણી  વસૂલવાના મામલે અપરણની ઘટના પ્રકાશમાં આવી હતી. તત્‍કાલીન પોલીસ કમિશનર સુધીરકુમાર સિંહા અને ડીસીપી અરૂણકુમાર શર્માની કાબીલેદાદ કામગીરીથી દુબઈ અને લંડન પોલીસ અને એનઆરઆઈની મદદથી તેમજ રાજયના ચુનંદા પોલીસ અધિકારીઓએ ભરૂચ ગ્રામ્‍ય વિસ્‍તારના વાલીયા પાસે તત્‍કાલીન ડીસીપી અરુણકુમાર શર્મા અને સુભાષ ત્રિવેદીની ટીમ દ્વારા રાજશી હાથિયા મેરનું એન્‍કાઉન્‍ટર કરી પરેશ લીલાધર શાહને હેમખેમ બચાવી લેવામાં આવ્‍યો હતો.  જયારે ભાષ્‍કર પ્રભુદાસ પરેખને ફઝલ ઉલ રહેમાનની ગેંગે મુક્‍ત કર્યો હતો. જયારે સરધાર નજીક રાજન ઉર્ફે આસિફ રજખખાનને પીઆઇ જે.જે. ધ્રાંગા, સહિતની ટીમે એન્‍કાઉન્‍ટર કર્યું હતું. બાદ પરેશ લીલાધર શાહ દ્વારા તા.૨૬/૧૧/૨૦૦૦ માં આંતરરાષ્ટ્રીય ગેંગના સભ્‍યો સહિત ૪૭ શખ્‍સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તપાસ અધિકારી દ્વારા પૂરતો પુરાવો મળતા કોર્ટમાં ૭/૧/૨૦૦૨ ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવ્‍યું હતું. જેમાં ૧૫૪ વિટનેસ હતા. ત્‍યારે આ કેસ કોર્ટમાં ચાર્જ ફ્રેમ થઈ શક્‍યો ન હતો. બાદ અધિક જજ ડી.એસ. સિંઘની કોર્ટમાં કેસ ટ્રાન્‍સફર થતા માત્ર દોઢ જ મહિનામાં  કેસને ચાર્જફેમ કરવામાં આવ્‍યો હતો. જેમાં ૧૧ લોકોના મૃત્‍યુ નીપજયા છે. બે શખ્‍સના એન્‍કાઉન્‍ટર થયા છે. જેમાં બાકીના આરોપીઓને જુબાની માટે ટેલીફોનિક સમન્‍સની  બજવણી કરવામાં આવી આવી હતી. અને પુરાવો નોંધ્‍યા બાદ ગઈ કાલે તા.૨ જુલાઈના રોજ ન્‍યાયાધીશ ડી.એસ.સિંઘની અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

 ચકચારી પરેશ-ભાષ્‍કર અપહરણ કેસમાં પ્રથમ દિવસે જ અપહત ફરિયાદી અને સાહેદ હોસ્‍ટ સ્‍ટાઈલ થયા હતા. જયારે બીજા દિવસે ઓળખ પરેડ માટે તત્‍કાલિન મામલતદાર જી.કે. માલવી, માલવીયાનગરના પીએસઓ બી.ટી. પટેલ, મનીષ રસિકભાઈ બવારીયા અને રજનીકાંત ચુનીલાલ લોઢિયાને સાહેદી સમન્‍સ પાઠવવામાં આવ્‍યા હતા. જેમાં મામલતદાર અને પીએસઓ ગેર હાજર રહ્યા હતા. જયારે મનીષ તવાડિયા અને રજનીકાંત લોઢિયા હાજર થતા બંનેની જુબાની લેવામાં આવતા બંને પંચો પણ હોસ્‍ટ સ્‍ટાઇલ થયા હતા. જયારે આવતી કાલે તપાસ અધિકારીને સાહેદી સમન્‍સ પાઠવી જુબાની માટે કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો છે.

આ કામમાં સરકાર પક્ષે મહેશભાઈ બચાવ પક્ષે વકીલ લલિતસિંહ શાહી, પી.એમ. શાહ, સુરેશ ફળદુ, રોહિત ધીયા, પી.એમ. જાડેજા, કિરીટ નકુમ, હિમાંશુ પારેખ અને હર્ષ ધીયા  રોકાયેલા છે.

(3:27 PM IST)