<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

સોખડામાં હોટલે ચા પીતી વખતે ૩૦ વર્ષનો ચીમનલાલ ઢળી પડયોઃ મોત

વધુ એક યુવાનનું હૃદય બેસી જવાથી મૃત્‍યુ : મોરીદડનો યુવાન પંચર સાંધવાનું કામ કરતો હતો

રાજકોટ તા. ૩: હૃદય બેસી જવાથી મૃત્‍યુની ઘટનામાં વધુ એકનું મોત થયું છે.  મુળ કાલાવડના મોરીદડનો વતની અને કુવાડવાના સોખડા ગામે રવેચી હોટલ પાસે વચ્‍છરાજ ટાયર પંચરની દૂકાનમાં રહી ત્‍યાં જ કામ કરતો ૩૦ વર્ષનો ચીમનલાલ ભીખુભાઇ પાથર (ઉ.વ.૩૦) નામનો યુવાન સવારે પંચરની દૂકાનની નજીક આવેલી હોટેલ ખાતે ચા પીવા ઉભો હતો ત્‍યારે ચા પીતા પીતા અચાનક ઢળી પડતાં બેભાન થઇ ગયો હતો. ૧૦૮ના તબિબે નિષ્‍         પ્રાણ જાહેર કરતાં કુવાડવાના સંજયભાઇ કુમારખાણીયાએ કાર્યવાહી કરી હતી. મૃતક બે ભાઇ અને ત્રણ બહેનમાં નાનો તથા કુંવારો હતો. બનાવથી અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

(2:58 PM IST)