<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

સીંગતેલમાં ર દિ'માં ૪પ રૂા.નો ઉછાળો

આજે વધુ ૧૦ રૂા.નો ભાવ વધારોઃ તહેવારો પહેલા જ ભાવ વધારાનો ખેલ?

 

રાજકોટ તા. ૩: સાતમ-આઠમ તહેવારો પૂર્વે જ સીંગતેલના ભાવો સળગી રહ્યા હોય તેમ આજે વધુ ૧૦ રૂા.નો ઉછાળો થયો હતો. ગઇકાલે એક જ દિ'માં ૩પ રૂા. વધ્‍યા બાદ આજે વધુ ૧૦ રૂા.નો ઉછાળો થતા બે દિ'માં સીંગતેલમાં ૪પ રૂા.નો તોતીંગ ઉછાળો થયો છે.

સ્‍થાનીક બજારમાં સૌરાષ્‍ટ્રમાં વરસાદના કારણે કાચા માલની આવકોઘટતા આજે સીંગતેલમાં વધુ ૧૦ રૂા.નો ભાવ વધારો થયો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)ના ભાવ ૧પ૧પ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧પરપ રૂા. ભાવ બોલાયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ રપ૮૦ થી ર૬૩૦ રૂા. હતા તે વધીને બપોરે રપ૯૦ ની ર૬૪૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

ગઇકાલે સીંગતેલમાં એક જ દિ'માં ૩પ રૂા.નો તોતીંગ ભાવ વધારો થયા બાદ આજે પણ ભાવ વધારોયથાવત રહ્યો હતો. કાચા માલની અછતના બહાને તહેવારો પૂર્વે જ ભાવ વધારાનો ખેલ પાડી દેવા સટોડીયાઓ સક્રિય થયાની વેપારી વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે.

(3:00 PM IST)