News of Wednesday, 3rd July 2024
સ્ટેટ શૂટીંગ ચેમ્પિયનશીપમાં માનવ પટેલે જીત્યા ત્રણ ગોલ્ડ, બે સિલ્વર

રાજકોટ : અમદાવાદ ખાતે યોજાયેલ ૬૦ મી ઓલ ગુજરાત સ્ટેટ શુટિંગ ચેમ્પિયનશીપ મા રાજકોટ ના માનવ પટેલ એ ૨૫ મીટર સ્પોટર્સ પિસ્તોલ જુનિયર મેન ગોલ્ડ , ૧૦ મીટર જુનિયર મેન ગોલ્ડ મેડલ, ૧૦ મીટર યુથ મેન , ૧૦ મીટર એર પિસ્તોલ મેન સિલ્વર, ૨૫ મીટર રેપિડ જુનિયર સિલ્વર મેડલ મેળવેલ છે
માનવ પટેલ મૂળ રાજકોટનો અને હાલ સ્પોર્ટ્સઓથોરિટી ઓફ ગુજરાત શૂટિંગ એકેડેમી વડોદરા ખાતે તાલીમ લઈ રહ્યો છે. માનવ નેશનલ લેવલે તેમજ એસજી એફઆઈ પણ સારૂ પરફોર્મ કરી રહ્યો છે. ૧૭ વર્ષની નાની ઉમરે ગોલ્ડ,સિલ્વર, તેમજ બ્રોન્ઝ મેડલ હાંસલ કરેલ છે. આ સાથે ટીમની ટ્રાયલ પણ આપી રહ્યો છે. માનવ ૧૦ મીટર એર પિસ્તોલ , ૨૫ મીટર સપોર્ટ પિસ્તોલ , ૨૫ મીટર રેપીડફાયર એમ આ ત્રણ ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યો છે.
(3:15 PM IST)










