<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

સુરક્ષા સેતુ અંતર્ગત નવાગામની શાળામાં બાળકોમાં જાગૃતતા લાવવા કાર્યક્રમ યોજાયો

કુવાડવા પોલીસના પીઆઇ. વી.આર.રાઠોડની રાહબરી હેઠળ ‘સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટ' (એસ.પી.સી.) કાર્યક્રમમાં છાત્રોને પોલીસની સી-ટીમ, ૧૮૧ની ટીમ વિશે અને ટ્રાફીક અવેરનેસ અને વ્‍યસનમુકતી વિશે માર્ગદર્શન અપાયું

રાજકોટઃ સુરક્ષા સેતુ  સોસાયટી અંતર્ગત (એસ.પી.સી.) સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટ યોજના અનુસંધાને શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ ઝા, એડીશનલ પોલીસ કમિશનર મહેન્‍દ્ર બગરીયાએ એસ.પી.સીના નવા સત્રના ઉદ્દઘાટન કાર્યક્રમ કરવા માટે સુચના આપતા કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. વી.આર.રાઠોડના માર્ગદર્શન હેઠળ નવાગામ આણંદપર ગામની શાળામાં ગઇ કાલે એસ.પી.સી. સત્રના ઉદ્દઘાટનનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં પી.આઇ. વી.આર.રાઠોડ તથા ગામના સરપંચ લાલજીભાઇ તથા તાલુકા શાળાના આચાર્ય દામજીભાઇ દ્વારા શાળામાં બાળકોનું સ્‍વાગત કરી પોલીસની પોલીસ કેડેટ (એસ.પી.સી.)ની કામગીરી વિશે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. તેમજ બાળકોને ટ્રાફીક અવેરનેસ તથા વ્‍યસન મુકતી બાબતે જાગૃત કરવામાં આવ્‍ફા હતા અને જીવનમાં આગળ વધવા માટે મોટીવેટ કરવામાં આવ્‍યા હતા.

(3:18 PM IST)