<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

‘ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી' : મોટા મવા વિસ્‍તારના લોકોના પ્રશ્‍નો અને સમસ્‍યાઓ વિશે ચર્ચા કરાઇ

પોલીસ કમિશનરશ્રી બ્રિજેશકુમાર ઝા, જોઇન્‍ટ પોલીસ કમીશનર મહેન્‍દ્ર બગથરીયાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો : ભીમનગર સર્કલ પાસે માસ-મટન વેચનારાઓ સામે અને મોડી રાત સુધી લાઉડસ્‍પીકર વગાડનારાઓ સામે કાર્યવાહી કરવા રજુઆત

રાજકોટ : સરકારના કોમ્‍યુનીટી આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત પોલીસ દ્વારા ‘ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી' ઝૂંબેશ અનુસંધાને પોલીસ કમીશનરશ્રી બ્રજેશકુમાર ઝા તથા પોલીસ કમીશનરશ્રી મહેન્‍દ્ર બગરીયાના માર્ગદર્શન હેઠળ પરમ દિવસે મોટામવા સવન સ્‍ટેટસ એપાર્ટમેન્‍ટના કોમ્‍યુનીટી હોલ ખાતે ‘ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી' ડીસીપી જગદીશ બાંગરવા અને એસીપી બી. જે. ચૌધરીની રાહબરી હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં એપાર્ટમેન્‍ટના તથા મોટા મવા વિસ્‍તારના ૧પ૦ જેટલા રહેવાસીઓ હાજર રહયા હતાં. જેમાં મોટા મવા વિસ્‍તારના રહેવાસીઓએ પોલીસ સમક્ષ આ વિસ્‍તારમાં આવેલા પાર્ટી પ્‍લોટમાં લગ્ન પ્રસંગ સમયે તેમજ ઇંટોના ભઠ્ઠાઓમાં કામ કરતા શખ્‍સો દ્વારા અવારનવાર રાત સુધી મોટા અવાજમાં લાઉડ સ્‍પીકર વગાડવામાં આવતા હોય તેવા લોકો સામે કડક કાર્યવાહી કરવા અંગે તેમજ આજુબાજુમાં રહેતા અસામાજીક તત્‍વો અને ગેરકાયદેસર પ્રવૃતિઓ સાથે સંકળાયેલા શખ્‍સો સામે કાર્યવાહી કરવા અંગે અને નાનામવા રોડ ભીમનગર સર્કલ પાસે માસ-મટનનું વેચાણ થતુ હોઇ દુર્ગંધ આવતી હોઇ તેમજ લતાવાસીઓને પોતાના બાળકોને શાળાએ લેવા મુકવા જવા માટે મુશ્‍કેલી પડતી હોવાની રજુઆત કરવામાં આવી હતી. જયારે પોલીસની ત્રણ વાતમાં અધીકારીઓએ લોકોને સાયબર ફ્રોડનું પ્રમાણ વધુ હોઇ તેથી સોશીયલ મીડીયાનો ઉપયોગ અને અણસમજ તેમજ લાલચ ના લીધે મોટી આર્થીક નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે તેથી આવા બનાવો ન બને તે માટે મોબાઇલ ફોનમાં અજાણી લીંક અથવા વીડીયોકોલ, ઇન્‍સ્‍ટાગ્રામ અને ફેસબુકમાં આવતી લોભામણી ર્સ્‍કીમોની ચકાસણી કરવી અથવા અજાણ્‍યા વિડીયો કોલ ઉપાડી વાતો કરવી નહી જો આ પ્રકારનું સાયબર ફ્રોડ થાય તો સાયબર ટોલફ્રી નંબર- ૧૯૩૦ ઉપર તુરતજ સંપર્ક કરવો. તેમજ સગા સંબંધી કે મિત્રોમાં કોઇએ વ્‍યાજે પૈસા લીધા હોઇ કે તે મનીલેન્‍ડ એકટના ધારાધોરણ મુજબ વધુ વ્‍યાજ લેતા હોઇ અને પૈસા આપી દીધા છતા પઠાણી ઉધરાણી કરતા હોઇ અથવા પ્‍લોટ કે જમીન લખાવી લઇ પરેશાન કરતા હોઇ નજીકના પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરી ફરીયાદ કરવા જણાવ્‍યું હતું. અને ભારત સરકાર દ્વારા ત્રણ નવા કાયદા જેમાં ભારતીય ન્‍યાય સહિત, ભારતીય નાગરિક સુરક્ષા સહિત અને ભારતીય સાક્ષી અધિનિયમનો કાયદો અમલમાં હોઇ તે બાબતે સમજાવવામાં આવ્‍યા હતા અને અસામાજીક તત્‍વો તેમની ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિ કરનારા શખ્‍સો સામે કડક કાર્યવાહી કરવા માટે  પ્રયત્‍નો કરવામાં આવશે તેમ જણાવ્‍યું હતું અને તાલુકા પોલીસ સ્‍ટેશન ફોન નં. ૬૩૫૯૬ ૨૭૪૧૫ ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું હતું. 

(3:47 PM IST)