<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

મનપાની મંજુરી વિના હોર્ડીંગ ઉભા નહિ કરવા જાહેર તાકિદ

મિલ્‍કત ધારક તથા એજન્‍સી વિરૂધ્‍ધ ધોરણસરની કાર્યવાહી કરાશે

રાજકોટ, તા., ૩:  શહેર વિસ્‍તારમાં મનપાની પરવાનગી સિવાય ર્હોડિંગ બોર્ડસ ઉભા ન કરવા એસ્‍ટેટ શાખા દ્વારા જાહેર તાકીદ કરવામાં આવી છે.

 આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ધી જી.પી.એમ.સી એકટ ૧૯૪૯ની કલમ ૨૪૪ અનુસાર મહાનગરપાલિકા વિસ્‍તારમાં મહાનગરપાલિકાની પૂર્વ મંજુરી વિના, ખાનગી મિલ્‍કત પર કે જાહેર સ્‍થળોએ કોઈપણ આસામી દ્વારા ર્હોડિંગ બોર્ડ ઉભા કરી શકાતા નથી. ફક્‍ત  મહાનગરપાલિકાની પરવાનગી મેળવી અને નિયત લાઇસન્‍સ ફી ભર્યા બાદ જ કોઈ પણ પ્રકારનું ર્હોડિંગ બોર્ડ ઉભુ કરી શકાય છે.

વધુમાં કોઇપણ રાજકોટ મહાનગરપાલિકાની પુર્વ લેખિત પરવાનગી સિવાય ખાનગી મિલ્‍કત પર કે જાહેર સ્‍થળે સ્‍થળે ર્હોડિંગ બોર્ડ ઉભા કરવા નહિ અને આ પ્રકારે બોર્ડ ઉભા કરવામાં આવ્‍યે મિલ્‍કત ધારક તથા બોર્ડ ઉભુ કરનાર એજન્‍સી વિરૂધ્‍ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ કોઈપણ રીતે આવા બોર્ડ પડવાથી કોઇપણ વ્‍યકિત કે વસ્‍તુને ઇજા, નુકસાન કે જાનહાનિ થયે તેની સંપુર્ણ જવાબદારી જે તે મિલકત માલિક અને બોર્ડ ઉભુ કરનાર એજન્‍સીની અંગત રહેશે.

(3:48 PM IST)