<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

શિક્ષણ સમિતિની શાળાઓની કન્‍યાઓને હવેથી સુકન્‍યા સમૃધ્‍ધિ યોજનામાં ૧૫૦૦ જમા થશે

વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં લેવાયેલ નિર્ણયનો ઝડપી અમલ કરાવતા સ્‍ટે.ચેરમેન જયમીન ઠાકર

રાજકોટ તા.૦૩: મનપાના વર્ષ ૨૦૨૪-૨૫ ના બજેટ અંતર્ગત લેવાયેલ નિર્ણયના અનુસંધાને ‘‘સુકન્‍યા સમળધ્‍ધિ યોજના'' અંતર્ગત મ્‍યુનિ.પ્રા.શાળાઓમાં અભ્‍યાસ કરતી કન્‍યાઓને પ્રોત્‍સાહિત કરવા માટે રૂ.૩૬૫ ના સ્‍થાને ચાલુ સાલથી મહાનગરપાલિકા દ્વારા રૂ.૧૫૦૦ જમા કરાવવા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે સુચના આપી યોજના ઝડપી અમલી બનાવી છે.

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્‍યાસ કરતી કન્‍યાઓને શિક્ષણ પ્રત્‍યે પ્રોત્‍સાહિત કરવાના ભાગરૂપે વર્ષ ૨૦૧૭-૧૮ થી ‘‘સુકન્‍યા સમળધ્‍ધિ યોજના'' અમલમાં છે. ઉક્‍ત યોજનામાં વર્ષ ૨૦૨૩-૨૪ સુધી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રતિ કન્‍યાદીઠ વાર્ષિક રૂપિયા ૩૬૫ કન્‍યાના પોસ્‍ટ બચત ખાતામાં જમા કરાવવામાં આવતા હતા તેમજ તેની સામે કન્‍યાના વાલી દ્વારા વાર્ષિક રૂપિયા ૬૩૫ સ્‍વેચ્‍છાએ જમા કરવામાં આવે છે.આ અંગે વિગતવાર માહિતી આપતા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર એક યાદીમાં જણાવે છે કે, ઉક્‍ત યોજનામાં મહાનગરપાલિકા દ્વારા સુધારો કરી ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ થી રૂપિયા ૩૬૫ ની જગ્‍યાએ કન્‍યાદીઠ વાર્ષિક રૂપિયા ૧૫૦૦ જમા કરાવવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અન્‍વયે જૂની સંમત થયેલ કન્‍યાઓની સંખ્‍યા ૧૦૯૫ હોય જેમને પ્રતિ કન્‍યાદીઠ રૂપિયા ૧૫૦૦ લેખે આજરોજ શાળા મારફત કુલ મળી રૂપિયા ૧૬,૪૨,૫૦૦નું નગર પ્રાથમિક  શિક્ષણ સમિતિની શાળાઓના ખાતામાં ચુકવણું કરવામાં આવેલ છે. જે કન્‍યાઓના વાલી દ્વારા સુકન્‍યા સમળધ્‍ધિ યોજનામાં રૂપિયા ૧૫૦૦ જમાં કરાવવામાં આવશે તે કન્‍યાઓના ખાતામાં સુકન્‍યા સમળધ્‍ધિ યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા તરફથી પણ રૂપિયા ૧૫૦૦ જમા કરાવવામાં આવશે. તેમજ ચાલુ વર્ષે નવા પ્રવેશની કાર્યવાહી ચાલતી હોઇ, પ્રવેશની કામગીરી પૂર્ણ થયા બાદ નવા પ્રવેશ મેળવેલ કન્‍યાઓને પણ આ યોજના અંતર્ગત ચુકવણું કરવામાં આવશે.ઉક્‍ત યોજના માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં રૂપિયા ૪૨,૦૦,૦૦૦ ની જોગવાઈ કરવામાં આવેલ છે, જેની અમલવારી ચાલુ માસથી જ શરૂ કરી દેવા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેનએ રીવ્‍યુ મીટીંગ દરમ્‍યાન શાસનાધિકારીશ્રીને સુચના આપેલ છે. આમ, ગત વર્ષ સુધી કન્‍યા દિઠ વાર્ષિક કુલ રૂ.૧૦૦૦ જમા થતા હતા જેના બદલે ચાલુ સાલથી જ દરેક કન્‍યાઓના પોસ્‍ટ બચત ખાતામા આ યોજના અંતર્ગત વાર્ષિક કુલ રૂ.૩૦૦૦ બચત જમા થશે.

(3:52 PM IST)