News of Wednesday, 3rd July 2024
વધુ ૮૪ વેપારી પાસેથી પ૧ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત
ર૩ હજારનો દંડ : મનપાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કાર્યવાહી

રાજકોટ, તા. ૩ : રાજકોટ મહા નગરપાલિકા દ્વારા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા.૦૨ના ત્રણેય ઝોનમાંથી કુલ ૮૪ પાસેથી ૫.૧ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૨૩૧૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવામાં આવ્યા મુજબ સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૯ પાસેથી ૦.૮૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૬૮૦૦નોવહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૩૨ પાસેથી ૨.૧ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૮૩૫૦/-નોવહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પરઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૩ પાસેથી ૨.૧૫ કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૭૯૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપિ્નલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ
(3:53 PM IST)










