<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th July 2024

મારવાડી યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી જ્ઞાનેશ સોનીનું પ્રથમ પુસ્તક ગોલ્ડ સ્મિથ ગાઈડ હૈદરાબાદમાં લોન્ચ

સુવર્ણકારોને ઉપયોગી એવી જીણામાં જીણી બાબતતોને આવરી લેતા પુસ્તકને જબરો પ્રતિસાદ

રાજકોટ :   એક તરફ સોનાના ઊંચા દર અને કોર્પોરેટાઈઝેશનને કારણે નાની દુકાનના સુવર્ણકારોના હાથથી બનાવેલા જ્વેલરીનો સેગમેન્ટ અટકી ગયો છે અને મશીનથી બનેલી જ્વેલરીના ઉત્પાદનની માંગ વધી છે, તો બીજી તરફ સુવર્ણકારોને પ્રોત્સાહિત કરવા માટે, સુવર્ણકારોની યુવા પેઢીને સોનાની કળામાં તાલીમ આપવામાં આવે છે

  . દરેક સુવર્ણકાર અને તેના પરિવારની પેઢીમાં વેપારમાં રસ જળવાઈ રહે તે માટે, શ્રી મેધ ક્ષત્રિય સ્વર્ણકાર સમાજ, હૈદરાબાદ, સિકંદરાબાદ અને ભારતીય સ્વર્ણકાર સંઘના સંયુક્ત  હૈદરાબાદમાં  સ્વર્ણકાર વિશ્વકર્મા મહાસંમેલનનો કાર્યક્રમ યોજ્યો હતો. આ જ વિશ્વકર્મા મહાસંમેલનમાં જ્ઞાનેશ સોનીએ તેમનું પુસ્તક GoldSmith’s guide Volume-1 Basics of Precious metal and gemstonesનું લોકાર્પણ કર્યું હતું, જેમાં તમામ સુવર્ણકાર વિશ્વકર્મા સોની સમાજ ખૂબ જ ખુશ હતો, સન્માનજનક એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો અને ઘણી શુભકામનાઓ પણ આપવામાં આવી હતી.

(1:14 AM IST)