<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

કરોડોના ૬૦ લોન કૌભાંડોના પુરાવાઓ જાહેર, નાગરિક બેંકના સત્તાધીશો મૌન

દસ હજાર કરોડના એમ્‍પાયરના સીઇઓ વિનોદ શર્માએ મંજૂર કરેલ ફ્રોડ લોનની ચોંકાવનારી વિગતો જાહેર : જ્‍યોતિન્‍દ્રમામા, નલીન વસા અને જીમી દક્ષીણી જવાબ આપે : નાગરિક બેંક બચાવો સંઘ વધુ આક્રમક બન્‍યું

રાજકોટ તા. ૫ : એક સપ્તાહ પુર્વે ૫૦ જેટલા લોન કેમ્‍પના પુરાવાઓ જાહેર થયા બાદ રાજકોટ નાગરિક રસહકારી બેંક ના સુપર સત્તાધિશો ની ત્રિપુટીના સર્વ શ્રી જયોતિન્‍દ્રભાઈ મહેતા(મામા), નલીનભાઈ વસા અને જીમીભાઈ દક્ષિણીએ અગમ્‍ય કારણોસર ભેદી મૌન સેવી લીધું છે. રીઝર્વ બેંક ઓફ ઈન્‍ડીયાએ આ લોન ખાતા ઓ અંગે કલીન ચીટ આપ્‍યાનો ભુતકાળમાં ગોબેલ્‍સ પ્રચાર કરનારાઓ જાહેર જનતા સમક્ષ કોઈ સીંગલ કાગળ પણ પ્રસારીત નથી કરી શકયા. દરમ્‍યાન પુરતા દસ્‍તાવેજી પુરાવાઓ આધાર ધરાવનાર ‘નાગરિક બેંક બચાવો સંઘ' મારફત ૧૦ હજાર કરોડના એમ્‍પાયરના સીઈઓ શ્રી વિનોદકુમાર શર્માજી એ પોતે જે ફોડ લોન મંજુર કરી છે તેની વિગતવાર હકીકતો જાહેર કરીને અને સીલસીલાબંધ વાસ્‍તવિકતાઓ વર્ણવીને આજે સંઘે જાહેર કરીને ખળભળાટ મચાવી દીધો છે.

સંઘના અગ્રણીઓ સર્વશ્રી ચંદુભા પરમાર, ખેંગાર યોગી, બાલુભાઈ શેઠ, વિબોધ દોશી અને શરદ વોરાએ સંયુકત રીતે અખબારી યાદીમાં જણાવ્‍યુ છે કે, અમારા સહિત સંઘના હોદેદારોને બેંક દ્વારા ગત તા.૩૧ મે એ બદનક્ષીની ફરીયાદ કરવા માટે લીગલ નોટીસ આપવામાં આવેલ જેનો અમોએ સડસડતો જવાબ આપી દીધેલ. બાદમાં ત્રણ સપ્તાહ વિત્‍યા છતાં બેંકે અમારી વિરૂધ્‍ધ કોર્ટમાં કોઈ ફરીયાદ કરવાની હિંમત એટલા માટે નથી કરી કે, બેંકના મોટા માથાઓ આ ૬૦ લોન સ્‍કેમમાં પ્રત્‍યક્ષ કે પરોક્ષ રીતે સંડોવાયેલા છે. કાનુની જંગમાં કોટમાં સ્‍કેમ સ્‍વયં સાબીત થાય જ અને બેંકના કેટલાક મોટા માથાઓને જેલમાં જવાનો પણ વારો આવી શકે. તદુપરાંત સંઘે જાહેર જનતા તેમજ વિશેષ કરીને બેંકના ફીકસ ડીપોઝીટરોને એવો વિશ્વાસ આપ્‍યો છે કે કોઈએ બેંકમાં રહેલા નાણાની સલામતી તે બેંક પ્રત્‍યેની વિશ્વસનીયતા અંગે સહેજ પણ ચિંતા કરવાની જરૂરત નથી. ભુતકાળમાં આજે અને ભવિષ્‍યમાં બેંકની નાણાકીય સધ્‍ધરતા અને સમર્થકતા ઉચ્‍ચતમ ગુણવતાની છે. સાત દાયકાઓથી નાગરિક બેંકમાં સ્‍પેશ્‍યલ રીઝર્વ ફંડ સતત વધતો રહેલ છે તેમજ રોકડ રકમની અતિ મજબત લીકવીડીટી અને અબજો રૂપિયાની સ્‍થાવર-જંગમ મીલ્‍કતો બેંક ધરાવે છે. સંઘે જાહેર જનતાને વધુ પ્રમાણમાં ફીકસ ડીપોઝીટો મુકવા તેમજ બેન્‍કીંગ કાર્યોમાં નાગરિક બેંકને અગ્રતા આપવા પણ અપીલ કરેલ છે.

 બેન્‍કીંગ રેગ્‍યુલેશન એકટ, આરબીઆઈની ગાઈડલાઈન અને બેન્‍કનો સાત દાયકાનો મૂલ્‍યો, વિશ્વાસ અને સંસ્‍કારી વારસાથી વિપરીત કોઈપણ પ્રકારે ગેરરીતી, અનિયમીતતા, છેતરપીંડી કે લોન્‍સ કેમ ન થવા જોઈએ અને થાય તો ગુન્‍હેગારોને આકરી સજા મળવી જોઈએ તે સંઘનો મુખ્‍ય ઉદેશ્‍ય છે. નાગરિક બેંક બચાવો સંઘ જાહેર જનતાને એવી પણ અપીલ કરે છે કે બેંકમાં અન્‍ય કોઈ છેતરપીંડી, સ્‍કેમ, ફોડ કે કૌભાંડો કોઈના પણ ધ્‍યાનમાં આવે તો સંઘને તેમજ મીડીયાને પુરાવાઓ સાથે સત્‍વરે જાણ કરે.

બેંકની મુંબઈની કાલબાદેવી તેમજ જુનાગઢ બ્રાંચના ૬૦ લોન ખાતાઓના કરોડો રૂપિયાના કૌભાંડોની હકીકતો બહાર લાવનાર સંઘે આજે સીઈઓ શ્રી શર્માજી સહીતના ઉચ્‍ચ અધિકારીઓએ મંજુર કરેલ રૂ. ૮૦,૦૦,૦૦૦ની લોન તે જે નાના માણસોના રૂપિયા હતા તેને ચુનો લાગી ગયો છે તેની વિગતવાર હકીકતો જાહેર કરી છે.બેનામી અને ફ્રોડ લોનના ભોગ બનનાર શ્રી ભરત ભુષણ મદન અને નેહા ભરત મદનના એચડીએફસી બેંકના સંયુક્‍ત સેવીંગ્‍ઝ ખાતામાં માત્ર માર્જીન મનીની ખોટી એન્‍ટ્રી ઉભી કરવાના બદઈરાદાથી બેંકના રૂપિયા હડપ કરવામાં આવ્‍યા હતા. રૂ. પાંસઠ લાખ ની ત્રણ ગણીથી વધુ કિંમતનો એગ્રીમેન્‍ટ ફોર સેલ એટલે કે સાટાખત બનાવાયુ હતુ. તા.૨-૧-૨૦૨૦ ના મિલ્‍કત વેચનાર શ્રી નિમીષ છાંટબારે ભરત મદનને આરટીજીએસ થી રૂ.૧૬.૨૫ લાખ ની રકમ મોકલેલ જે બીજા દિવસે તા.૩ ના શ્રી ભરત મદને અવેજના ૨૫%ની માર્જીન રકમની ખોટી એન્‍ટ્રી પેટે તે રકમ બીલ્‍ડર્સ અને વેચનાર શ્રી નિમીષ છાંટબારને મોકલેલ. ત્‍યારબાદ એ જ રકમની એન્‍ટ્રી શ્રીમતી નેહા ભરત મદનની પણ થયેલ અને ૭ મી જાન્‍યુઆરે એગ્રીમેન્‍ટ ફોર સેલ થયેલ. મિલ્‍કત ખરીદ-વેચાણમાં ખરીદનારે રકમ ચુકવવાની હોય તેની બદલે વેચનારે રકમ આપે તેવી અદ્‌ભૂત છેતરપીંડીઓ મિલ્‍કતની લોનમાં કયારેય થતી નથી. ટ્રાન્‍સફર ઓફ પ્રોપર્ટી એકટ હેઠળ બેન્‍કે ભરત મદન તેમજ નેહા મદનના નામે વેચાણ દસ્‍તાવેજ થયા વગર સીધુ જ પ્રોપર્ટીનું મોર્ગેજ કરાવી લીધેલ જેની કોઈ લીગલ વેલ્‍ય નથી. સાટાખતની સંપુર્ણ રકમ રૂ. પાંસઠ લાખ નો અવેજ ખરીદનારાએ વેચનારને આપ્‍યો હોય તે વેચનારે ખરીદનારને મીલ્‍કતનો કબજો ભોગવટો આપ્‍યો હોય તેવો પણ કોઈ રજીસ્‍ટર્ડ દસ્‍તાવેજ આ બંને લોનોમાં ઉપલબ્‍ધ નથી.

 મુંબઈથી દૂર કાલબાદેવી બ્રાંચના કાર્યક્ષેત્રમાં ન આવતી રહેણાંક મીલ્‍કત ખરીદીની જે લોન અપાય છે તે મુંબઈથી ૧૧૦ કીમી દુર રાયગઢ જીલ્લાના અલીબાગ તાલુકાના ગામ-બાગમાલા પાસે આવેલ સુકી- નિહોન' ના અધુરા રો હાઉસના પ્રોજેકટમાં યુનીટ નં.૭ તથા યુનીટ નં.૮ કે જે નીર્જન વિસ્‍તારમાં આવેલા માત્ર ૧૯ ચોરસ મીટરની જમીન પર બનેલા અધુરા બાંધકામમાં ફ્રોડ લોન અપાયેલ છે. ત્‍યાં પાણી, ડ્રેનેજ, લાઈટ કે રસ્‍તા જેવી મુળભૂત સુવિધાઓ છે જ નહીં. બેંકના અધિકારીઓએ બેંકના વેલ્‍યુઅર અમીત યેરામ પર ગેરકાયદેસર દબાણ લાવી એક ચોરસફુટના બાંધકામનો ભાવ રૂ. ૧,૫૦૦ના બદલે રૂ.૯,૦૦૦ કરાવીને છ ગણી કિંમત વધારી દીધેલ જેના તા.૧૨-૩-૨૦૨૦ ના વેલ્‍યુએશન રીપોર્ટ વિગેરે પુરાવાઓ સંઘ પાસે ઉપલબ્‍ધ છે. આજુબાજુના આવા જ યુનીટમાં અન્‍ય બેંકોએ માત્ર રૂ. ૧૫,૦૦,૦૦૦થી ૧૮,૦૦,૦૦૦ મંજુર કરેલ છે જયારે નાગરિક બેંકે બજાર કિંમતથી ત્રણ ગણી વધુ કિંમત ગેરકાયદેસર રીતે કરાવીને રૂ.૪૪,૦૦,૦૦૦ મંજુર કરેલ અને રૂ.૪૦,૦૦,૦૦૦ રીલીઝ પણ કરી દીધેલ. આ યુનીટ નં. ૭ તેમજ યુનીટ નં. ૮ ની મીલ્‍કતોમાં રૂ. ૮૦,૦૦,૦૦૦ તેમજ તે પરના ચડત વ્‍યાજની રકમ હાલ ડુબી ગયેલ છે આ રકમ બીલ્‍ડર્સ નિમીષ છાટબાર અને ભરત મદનની પેઢીના પુર્વ બોસ શ્રી રાજેન શાહ ચાઉં કરી ગયેલ છે. શ્રી રાજેન શાહએ અન્‍ય બીનામી લોકોના નામે અન્‍ય બેંકોમાંથી પણ ૧૦૦ કરોડ ઉપરની રકમના સ્‍કેમના રેકેટ કર્યાની હકીકતો સંઘને પ્રાપ્ત થયેલ છે. લોની શ્રી મઠને તો આ મીલ્‍કત જોઈ પણ નહોતી અને સત્‍યા નામના લોન એજન્‍ટ મારફત આ કાવત્રુ રચાયુ હતુ. બેન્‍કે ત્રણેક મહિના પહેલા કિંમત ઘટાડીને માત્ર રૂ. ૫૦,૦૦,૦૦૦ ના ટેન્‍ડર બહાર પાડયા છતાં હજુ સુધી કોઈ ટેન્‍ડર ભરાયુ નથી. હવે બેંકે પોતે જ આરબીટ્રેશનની કોર્ટમાં એવો દાવો દાખલ કર્યો છે કે મોર્ગેજ થયેલી મીલ્‍કતમાંથી બેંકની લેણી રકમ વસુલ થઈ શકે તેમ નહીં હોવાથી જામીનોની સ્‍થાવર-જંગમ મીલ્‍કતમાંથી લેણા વસુલ કરવા માટે કાયદાકીય એવોર્ડ આપવામાં આવે અને જે એવોર્ડ અપાઈ પણ ગયેલ છે. નિર્દોષ જામીનોને ખોટી રીતે બેંક દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. જે રૂ. ૮૦,૦૦,૦૦૦ની લોન અપાયેલ છે તે બંને યુનિટોની મળીને બજાર કિંમત રૂ.૨૦,૦૦,૦૦૦ હતી પણ નહીં અને છે પણ નહીં. જયારે ગંભીર ચિંતા એટલે ઉદભવે છે કે જયારે બેંકના સીઈઓ એટલે કે મુખ્‍ય રક્ષક જો આવી ફોડ લોન મંજુર કરે તો બેંકની ૩૭ બ્રાંચના મેનેજરો પર ગેરકાયદેસર બે-કીંગ કાર્યવાહીઓ કરશે અને બેન્‍કની શાખ, નાણાકીય સલામતી અને સધ્‍ધરતા ભલે ધીમી ગતીએ પરંતુ ચોકકસપણે ઘટશે. બેંક જે રાષ્ટ્રીય સ્‍વયં સેવક સંઘ અને ભાજપ પરિવારની કહેવાય છે તેની આબરૂને પણ સ્‍વભાવિક રીતે છાટા ઉડશે. ન્‍યાય સંગત મુદો તો એ છે કે નાગરિક બેંકમાં જેમણે જેમણે ફોડ લોન મંજુર કરી હોય તેમની તેમની પાસેથી બેંકની લેણી રકમ વસુલ કરવી જોઈએ અને બેંકના નાના થાપણદારોની આ રકમ બેંકની તિજોરીમાં જમા થવી જોઈએ. ગુન્‍હેગારોને આકરી સજા કરવાની માંગ સંઘે પુનઃદોહરાવી છે. તેમ યાદીના અંતમાં ચંદુભા પરમાર, ખેંગાર યોગી, બાલુભાઇ શેઠ, વિબોધ દોશી અને શરદ વોરાએ જણાવ્‍યું છે.

(12:33 PM IST)