<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

પીપળીયામાં અનધિકૃત શાળા પકડાઇ : જુઓ વિડિયો

શટર પર સીલ મરાયાઃ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ટીમ શાળા સંચાલક સહિતને લઇને પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા

રાજકોટ તા. ૫: રાજકોટ તાલુકાના માલિયાસણ પાસે પીપળીયા ગામમાં મંજુરી વગર નકલી પ્રકારની શાળા ચાલતી હોવાના અહેવાલો બહાર આવ્‍વતાં જીલ્લાનું શિક્ષણ  તંત્ર ચોંકી ઉઠયું છે. આખી શાળા જ અનઅધિકૃત હોવાનું પ્રાથમિક તારણ નીકળતાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તેની ટીમે કાર્યવાહી કરી જ્‍યાં શાળા ધમધમતી હતી તે જગ્‍યાના શટર પર સીલ મારવાની કામગીરી કરી રોજકામ કર્યુ હતું.

આ અંગે તાલુકા શિક્ષણ અધિકારીએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. કથિત ગોૈરી પ્રી. પ્રાયમરી શાળા અધિકૃત છે કે કેમ? તેના પુરાવા એકત્ર થઇ રહ્યા છે.  શાળાના સંચાલક પ્રિન્‍સીપાલ સહિતને લઇને તાલુકા શિક્ષણ અધિકારી અને તેમની ટીમ કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા હતાં. પીઆઇ વી. આર. રાઠોડના જણાવ્‍યા મુજબ હજુ બપોરના ત્રણ વાગ્‍યા સુધી કોઇ એફઆઇઆર આપવામાં આવી હતી. શિક્ષણ વિભાગના અધિકારીઓ પોલીસ સ્‍ટેશને આવ્‍યા છે.

પીપળીયામાં ધોરણ ૧ થી ૧૦ની શાળા કોઇપણ જાતની મંજુરી વગર ધમધમતી હોવાની ફરિયાોદ આવતાં જીલ્લા શિક્ષણ તંત્રએ અધિકારીઓને ગામમાં દોડાવ્‍યા હતાં. જેમાં ધોરણ ૧ થી ૧૦ના ૨૯ વિદ્યાર્થીઓ ભણતા હોવાનું પ્રથમ દ્રષ્‍ટીએ માલુમ પડયું હતું. શાળા પર ગોૈરી પ્રિ. પ્રાયમરી સ્‍કૂલનું બોર્ડ લગાડેલુ હતું. આ મામલે ખરાઇ કરી પુરાવા એકઠા કરાયા બાદ એફઆઇઆર દાખલ કરવામાં આવશે.

(3:52 PM IST)