News of Friday, 5th July 2024
ટાઉન પ્લાનિંગ શાખાના રેકોર્ડ સાથે ચેડા કરવા બદલ રાજેશ મકવાણાને પાણીચુ
મનપામાં વધુ એક અધિકારી સસ્પેન્ડ : વોર્ડ નં. ૧૦માં જવાબદારી નહી હોવા છતાં સરકારી કર્મચારીને ન છાજે તેવી કાર્યવાહી કરતા આસી. ટાઉન પ્લાનીંગ ઓફિસર સામે શિક્ષાત્મક પગલા લેતા મ્યુનિ. કમિશનર

રાજકોટ, તા. પ : મ્યુનિ. કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખામાં આસીસ્ટનટ ટાઉન પ્લાનીંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાજેશ મકવાણાએ વોર્ડ નં. ૧૦માં જવાબદારી ન હોવા છતાં વેસ્ટ ઝોનની ટી.પી. શાખાના રજીસ્ટ્રાર સાથે ચેડા કરવા બદલ ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરાતા સરકારી નિયમ મુજબ કમિશનર દેવાંગ પી. દેસાઇએ તેમને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કર્યા છે.
ગઇકાલે મ્યુનિ. કમિશનરે બહાર પાડેલ હુકમમાં જણાવ્યું છે કે, રાજેશ નરશીભાઈ મકવાણાની ટાઉન પ્લાનિંગ શાખાની આસી.ટાઉન પ્લાનર તરીકેની ફરજમાં તેઓને વોર્ડ નં. ૧,૮,૯, ટી.પી સ્કીમ નં. રૈયા-૪,૧૬,૦૬,૨૨,૩૨, તથા રાજકોટ, મુજંકા અને ઘંટેશ્વર ને લગત ટી.પી. સ્કીમમાં એ.ટી.પી ની કામગીરી સુપ્રત કરેલ, જેમાં વોર્ડ વિસ્તારમાં બનાવવામાં આવતા બાંધકામો અન્વયે વિકાસ પરવાનગી તથા ભોગવટા પરવાનગી આપવાની, અનઅધિકળત બાંધકામો પર નિયંત્રણ રાખવાની કાર્યવાહી, ટી.પી.સ્કીમો તથા રાજ્ય સરકારશ્રી દ્વારા અમલી ઞ્ય્શ્ઝખ્ વિગેરે ટાઉન પ્લાનિંગ શાખાની કામગીરી સુપ્રત કરવામાં આવેલ.
મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નં.૧૦ નાં નાનામવા રોડ પર સયાજી હોટલ પાસે આવેલ ટી.આર.પી.મોલ ખાતેના ગેમીંગ ઝોનમાં તા.૨૫ ના આકસ્મિક આગનો અકસ્માત સર્જાતા મોટા પ્રમાણમાં જાનહાની થવા પામેલ છે ખુબ ગંભીર બાબત છે.
બનાવ બન્યા બાદ મકવાણાની વોર્ડ નં.૧૦ માં જવાબદારી નહી હોવા છતાં પણ તેઓ દ્વારા બનાવ બાદ ટાઉન પ્લાનિંગ શાખા વેસ્ટઝોનનાં રજીસ્ટર સાથે ચેડા કરી બનાવટી દસ્તાવેજો બનાવી પુરાવાઓનો નાશ કરવો, સરકારી રેકર્ડમાં ચેડા કરવા, સરકારી તપાસને ગેરમાર્ગે દોરવી, વિગેરે જેવી સરકારી કર્મચારીને ન છાજે તે પ્રકારની કાર્યવાહી કરેલ હોવાનું ધ્યાને આવેલ છે, જે ફરજ પ્રત્યેની ખૂબ મોટી ગંભીર પ્રકારની ગેરવર્તણૂક, બેદરકારી, શીથીલતા અને નિષ્કાળજી સાબિત થયેલ છે.
આ કેસ ધ્યાને લેવા ટાઉન પ્લાનિંગ શાખાના આસી.ટાઉન પ્લાનર રાજેશ નરશીભાઈ મકવાણાએ તેઓ વોર્ડ નં.૧૦ માં ફરજ બજાવતા ન હોવા છતાં પણ બનાવ બાદ ટાઉન પ્લાનિંગ શાખા વેસ્ટઝોનનાં રજીસ્ટર સાથે ચેડા કરી બનાવટી દસ્તાવેજો બનાવી પુરાવાઓનો નાશ કરેલ હોવાનું જણાય છે, મકવાણાએ ફરજ પ્રત્યેની ગેરવર્તણૂક, બેદરકારી, શીથીલતા અને નિષ્કાળજી તેમજ મહાનગરપાલિકાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા કળત્ય કરવા અને તેમના વિરૂદ્ધ નોંધાયેલ ફોજદારી કેસ અન્વયે ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો-૧૯૭૧ નાં પ્રકરણ-૫ ની જોગવાઈ ૭(૨)(બ) ધ્યાને લેતા ધરપકડ કર્યાના ૪૮ કલાકથી વધારે સમય થયેલ હોય ધી જી.પી.એમ.સી.એક્ટ-૧૯૪૯ ની કલમ-૫૬(૨)(એફ) હેઠળ અમોને મળેલ સત્તાની રૂ એ તત્કાલીન સમયના ટાઉન પ્લાનિંગ શાખાના આસી.ટાઉન પ્લાનર શ્રી રાજેશ નરશીભાઈ મકવાણાને ધરપકડ કર્યાની તા.૧૫ જુન ર૦ર૪ કરવામાં આવે છે. ની અસરથી અત્રેની ફરજોમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે.
(3:58 PM IST)










