News of Friday, 5th July 2024
કાલાવડ રોડ પર કેટરર્સના ગોડાઉનમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ રૂા. ૯૬ હજારના દારૂ સાથે બે પકડાયા
નાગેશ્વર પાર્કના દેવેન માણેક રાજસ્થાનથી મંગાવતો અને ગોડાઉનમાં કામ કરતો નરેશ ઢાપા કટીંગ કરાવી દેતો'તોઃ ૧ર૦ બોટલ દારૂ મોબાઇલ અને શાકભાજીના કેરેટ મળી રૂા. ૧.૦૭ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ, તા., પ : કાલાવડ રોડ પર આવેલા કેટર્સના ગોડાઉનમાં ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ૯૬,પ૭૦ ની કિંંમતની દારૂની ૧ર૦ બોટલ સાથે કેટર્સના ગોડાઉનમાં કામ કરતો શખ્સ સહીત બે શખ્સોને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલ કેટરર્સના ગોડાઉનમાં વિદેશી દારૂનું કટીંગ થતુ હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. કિરતસિંહ, કોન્સ. નગીનભાઇ અને વાલજીભાઇને બાતમી મળતા કાલાવડ રોડ આવેલા પંચજન્ય ગોડાઉનમાં દરોડો પાડી રૂા. ૯૬,પ૭૦ ની કિંંમતની વિદેશી દારૂની ૧ર૦ બોટલ મળી આવતા ગોડાઉનમાં કેટરીંગનું કામ કરતો નરેશ મગનભાઇ ઢાયા (ઉ.વ.૩૦) (રહે. નાનામવા સર્કલ પાસે) અને દારૂ મંગાવનાર દેવેન ભીખુભાઇ માણેક (ઉ.વ.૩૯) (રહે. જામનગર રોડ નાગેશ્વર પાર્ક)ને પકડી લઇ રૂા. ૯૬,પ૭૦ની વિદેશી દારૂની ૧ર૦ બોટલ, બે મોબાઇલ તથા શાકભાજીના ૭ કેરેટ મળી રૂા. ૧,૦૭,ર૭૦ નો મુદામાલ કબ્જે કરી પુછપરછ કરતા દેવેન રાજસ્થાનથી દારૂ મંગાવતો અને કેટરર્સના ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતાર્યા બાદ કેટરી઼ગનું કામ કરતો નરેશ દારૂની કટીંગ કરતો હતો. આ કામગીરી પીઆઇ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.જે.હુણ, એએસઆઇ ઘનશ્યામભાઇ, હેડ કોન્સ. કિરતસિંહ, અમીતભાઇ, જનકભાઇ, નગીનભાઇ તથા વાલજીભાઇ દ્વારા કરવામાં આવી હતી.
(4:04 PM IST)










