<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

‘લે ચલ... લે ચલ મેરે જીવન સાથી' કાલે મ્‍યુઝીક ઇવેન્‍ટ

કરાઓકે ટ્રેક પર પાંચ ગાયકો ૩૬ ગીતો રજૂ કરશે : સંગીત-પ્રેમીઓને વિનામૂલ્‍યે એન્‍ટ્રી

રાજકોટ : એસ.એસ.મ્‍યુઝીક ગ્રુપના શ્રીમતી હીના ટાંક તેમજ શ્રી સંજય ટાંક દ્વારા કાલે તા. ૬ ને શનિવારે રાત્રે ૯ વાગ્‍યે હેમુગઢવી ઓડિટોરીયમ (મુખ્‍ય હોલ) માં કરાઓકે મ્‍યુઝીકલ ઇવેન્‍ટ ‘‘લે ચલ..લે ચલ મેરે જીવન સાથી''નું આયોજન નિઃશુલ્‍ક સંગીતપ્રેમી માટે કરવામાં આવ્‍યું છે.  કરાઓ કે ટ્રેક પર આયોજીત આ કાર્યક્રમમાં શ્રી સંજય ટાંકની સાથે શ્રી મહેશ દુદકીયા, શ્રી ભરત સોનછાત્રા, શ્રીમતી હીના કોટડીયા તેમજ શ્રીમતી જિગીશા રાવલ પોતાની કળા પ્રસ્‍તુત કરશે.  આ મ્‍યુઝીકલ ઇવેન્‍ટમાં લતા મંગેશકર, આશા ભોસેલે, શ્રેયા ધોષાલ, તેમજ મો. રફી હેમંતકુમાર, કિશોરકુમાર, મુકેશ, અમીતકુમાર, હરિહરન, જગજીતસિંધ, અભિજીત ભટ્ટાચાર્ય, મનહર ઉદાસ, બાબલા મહેતા દ્વારા ગવાયેલા જુના -નવા ગીતો એકધારા (નોન સ્‍ટોપ) રજુ કરવામાં આવશે. આ કાર્યક્રમ વિનામુલ્‍ય હોવાથી વહેલા તે પહેલાના ધોરણે એ થી જે લાઇન છોડી પોતાનું સ્‍થાન ગ્રહણ કરવું. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(4:07 PM IST)