<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

ભાગીરથી મહિલા મંડળ દ્વારા નવેમ્‍બર માસમાં હરિદ્વાર યાત્રા-કથાનું આયોજન

રાજકોટ તા. ૫ : ભાગીરથી મહિલા મંડળ દ્વારા હરિદ્વાર યાત્રા સાથે શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મંડળના બહેનોએ જણાવ્‍યુ હતુ કે હિન્‍દુ ધર્મની આસ્‍થા સમાન પવિત્ર ભાગીરથી ગંગાના કિનારે સમસ્‍ત પિતૃઓના મોક્ષાર્થે આગામી નવેમ્‍બર માસમાં શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહનું આયોજન કરાયુ છે.

તા. ૨ નવેમ્‍બરના રાજકોટથી યાત્રા સંઘ રવાના થશે. અને તા. ૧૦ નવેમ્‍બરના પરત ફરશે. યાત્રીકો માટે રહેવા જમવા સહીત રેલ્‍વે સ્‍લીપર કોચની ટીકીટની વ્‍યવસ્‍થા સંઘ દ્વારા ટોકનદરે કરાશે.

કથામાં સામેલ થવા કે ન્‍યોચ્‍છાવર પોથી નોંધાવવા ઇચ્‍છુકોએ ગીતાબેન આર. પંડયા (મો.૯૪૨૯૯ ૭૮૨૪૦), માલાબેન પી. લોઢીયા (મો.૯૮૨૪૮ ૧૫૮૬૧), રૂપલબેન ડી. ઠાકર (મો.૯૮૨૫૭ ૧૮૨૦૪), નિકિતાબેન એસ. દવે (મો.૯૪૨૬૫ ૨૯૨૪૦) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ભાગિરથી મહિલા મંડળના બહેનો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:18 PM IST)