News of Friday, 5th July 2024
રઘુનાથજી મંડળ રામકથાનો ૧૦૧ માં વર્ષમાં પ્રવેશઃ રવિવારે શ્રીરામચરિત માનસ કિષ્કીંધાપાઠ-પાટોત્સવ
કોરોના બાદ ચાર વર્ષથી ઓનલાઇન કથા ચાલુ, દર ગુરૂવારે અવિરત ગૌસેવા

રાજકોટ : શહેરમાં લોહાણાપરામાં આવેલ શ્રી રઘુનાથજી મંદિરે જે ગાંગાભગતની જગ્યાનાં નામથી પ્રખ્યાત છે. આ જગ્યામાં જેઠાબાપા રાજદેવ દ્વારા શ્રી રઘુનાથજી સત્સંગ મંડળની સ્થાપના કરી નિત્ય રાત્રીના ૯.૧પ થી ૧૦.૧પ તુલસીકૃત રામાયણ કથા તા. ૪-૭-૧૯ર૪ શુક્રવાર અષાઢી બીજના રોજ શરૂ કરવામાં આવેલ જે રામકથા આજે વટવૃક્ષ બની ગયેલ છે. અને ૧૦૦ વર્ષે પુરા કરી ૧૦૧ માં વર્ષમાં પ્રવેશ થાય છે. આ નિમિતે તેમજ અષાઢી બીજે શ્રીરામચરિત કિષ્કીંધા કાંડ પાઠ તથા પાટોત્સવનું આયોજન થયું છે.આગેવાનોએ જણાવેલ કે આ રામકથા રૂપી ગંગા વહેતી રાખવામાં જેઠાબાપા તથા મગનલાલ માસ્તર, મધુબાપા અને ગોરધનભાઇ પોબારૂએ ર૭ વર્ષ કથાનું રસપાન કરાવેલ અને તેમનું અવસાન થતા ૧૯૬૭ માં સદ્્ગુરૂ શ્રી રણછોડદાસ બાપુએ બિહારમાં ચાલતા માનવ સેવા રાહત કરતાં તે આજ્ઞા અનુસાર મનુભાઇ પોબારૂએ સતત ૪૯ રામકથાનું રસપાન કરાવેલ.
હાલ રામકથાનું રસપાન ઓનલાઇન ગૂગલ મીટમાં ભગવાનજીભાઇ નકુમ રાત્રે ૯.૪પ થી ૧૦.૪પ રામકથા કરાવે છે.
રામકથાનાં અતિગુઢસ્ત્રોતો ખુબ જ સરળ શૈલીમાં સમજાવવામાં આવે છે. આ રામકથામાં પૂજય સદ્્ગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજી મહારાજ તથા પૂજય પાદ શ્રી હરીચરણદાસજી મહારાજ ગોંડલ દ્વારા પધરામણી કરી કથા અવિરત ચાલુ રહે તેવા આર્શીવાદ આપવામાં આવેલ. પોબારૂ પરિવારનો સહયોગ મળી રહ્યાનું જણાવાયું છે.
પ્રતિ વર્ષે અષાઢી બીજનાં પાટોત્સવની ભવ્ય ઉજવણી થાય છે. તે જ રીતે આ વર્ષે પુજારી શ્રી રમેશભાઇ તથા ભગવાનજીભાઇ તરફથી તા. ૭ રવિવારે સાંજે પ થી ૭ કિષ્કીંધાકાંડ પાઠનું આયોજન કરેલ છે.
તારીખ ૭ રવિવાર, સમય સાંજે પ થી ૭, સ્થળ રઘુનાથજી મંદિર, લોહાણાપરા, રૈયા નાકા ટાવર પાસે, રાજકોટ.
તસ્વીરમાં આચાર્ય ભગવાનજીભાઇ નકુમ, સત્સંગી પૂજા પાઠ કરાવતા રમેશભાઇ પુજારા, અરવિંદભાઇ રાયચુરા, ધર્મેશભાઇ ઓઝા, ૯૮રપ૩ ૬૦ર૬૪, રસિકભાઇ તન્ના અને જગદીશભાઇ બાટવીયા મો. ૯૪ર૭૪ ૪૩૦૪ર નજરે પડે છે.
(4:21 PM IST)










