<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ભૌતિકશાસ્ત્ર વિભાગના પુર્વ અધ્યક્ષ અને વૈશ્વીક કક્ષાના વૈજ્ઞાનિક પ્રો.કે.એન. ઐચ્ચરનું નિધન

પ્રો. ક્રિષ્ના નારાયણ ઐય્યર, ભૌતિકશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના પૂર્વ સનું તા.૪/૭/૨૦૨૪ના રોજ દુઃખદ અવસાન થયું છે. કાઝીકોડ, કેરાલાનિવાસી અધ્યક્ષ પ્રોફે ઐય્યર વિદ્યાર્થી કાળથી જ તેજસ્વી પ્રતિભા ધરાવતા હતા. ફિઝિક્સ વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી તેઓ કેરાલા યુનિવર્સિટી માં વ્યાખ્યાતા તરીકે જોડાયા. પ્રખ્યાત સંસ્થા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અમદાવાદ દ્વારા સંશોધન માટે પસંદગી પામેલા અને ત્યાંથી તેમણે પીએચડી ડિગ્રી મેળવી સન ૧૯૭૯ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં ભૌતિકશાસ્ત્ર ભવન ની સ્થાપના થતાં પ્રોફે. ઐય્યર રીડર તરીકે જોડાયા. તેમના માર્ગદર્શન હેઠળ ISRO, DST જેવી સંસ્થાઓ ની ગ્રાન્ટ મેળવી ઘણા સંશોધન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ. તેઓએ અંદાજે ૨૫ જેટલા પીએચ.ડી. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું.

प्रो. भैय्यर International Centre for Theoretical Physics (ICTP), Italy દ્વારા પસંદગી પામેલા અને ત્યાં LIDAR નો વાતાવરણ ના અભ્યાસ માટે ઉપયોગ કરવાની રીત વિકસિત કરેલ. તેઓને INPe, Brazil દ્રારા પણ એક વર્ષ માટે મુલાકાતી સંશોધક તરીકે આમંત્રણ આપવામાં આવેલું.

પ્રો. ઐય્યર ના કાર્યકાળ દરમિયાન ISRO ના બે ચેરમેન ડો. માધવન અને ડો. રાધાકિશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની મુલાકાતે આવેલા અને ડોલરરાય માંકડ વ્યાખ્યાન માળા અંતર્ગત વ્યાખ્યાન આપેલ.

પ્રો. ઐય્યર ની અધ્યક્ષતામાં ભૌતિકશાસ્ત્ર ભવનને UGC દ્વારા SAP હેઠળ આવરી ને સંશોધન માટે ગ્રાન્ટ ફાળવવામાં આવેલ. તેઓએ ૧૫૦ જેટલા આંતરરાષ્ટ્રીય સંશોધન પેપર પ્રસિદ્ધ કરેલા છે. તેઓ ઘણા સંશોધન જનરલ ના એડિટર બોર્ડ પર પણ હતા

 

(5:41 PM IST)