તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
ભવાનીનગરના રાહુલ અને મિત્ર ધર્મેશ પર વિશાલ-અજુનો ગિલ્લોલથી હુમલો
બંને મિત્ર બાથરૂમ કરીને જતાં હતાં ત્યારે અમને ઓળખો છો? કહી ડખ્ખો કર્યો

રાજકોટ તા.૬: રામનાથપરા પાસે ભવાનીનગર-૪માં મહાદેવના મંદિર પાસે રહેતાં અને ગ્રીનલેન્ડ ચોકડીએ બસમાં મુસાફરોને બેસાડવાનું કામ કરતાં રાહુલ સુખાભાઇ બારૈયા (ઉ.વ.૨૩) અને તેના મિત્ર ધર્મેશ પંકજભાઇ (ઉ.વ.૨૧) પર રાતે ચુનારાવાડ-૧માં નદી કાંઠે મેલડી માતાજીના મંદિર પાસે વિશાલ અને અજુ નામના બે શખ્સોએ ગિલ્લોલથી પથ્થરમારો કરી હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં રાહુલને વધુ ઇજા થતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
રાહુલના કહેવા મુજબ રાતે હું અને મિત્ર ધર્મેશ બાઇક પર બેસીને ચુનારાવાડથી નીકળી ઘર તરફ જતાં હોઇ વચ્ચે નદી કાંઠે બાથરૂમ કરવા જતાં અને ત્યાંથી રવાના થતાં હતાં તે વખતે જ વિશાલ અને અજુ નામના શખ્સોએ તમે અમને ઓળખો છો ને? કહી ગાળાગાળી કરતાં ગાળો દેવાની ના પાડતાં ગિલ્લોલથી પથ્થરમારો ચાલુ કરી દેતાં ઇજા થઇ હતી. અમે બંને મિત્રો માંડ ત્યાંથી ભાગી શક્યા હતાં. આ બંને શખ્સો નદી કાંઠે જ પડયા પાથર્યા રહેતાં હોઇ જેથી તેના નામ આવડતા હોવાનું રાહુલે કહ્યું હતું.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્દ્રભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇએ થોરાળા પોલીસને જાણ કરી હતી.
(2:04 PM IST)










