<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

હાર્ટએટેકથી વધુ એક મૃત્‍યુઃ ગાંડુભાઇ રંગપરાનો જીવ ગયો

મોરબી રોડ અક્ષરધામ સોસાયટીના પરિવારમાં બનાવ

રાજકોટ તા. ૬: હૃદય બંધ પડી જવાની ઘટનાઓ યથાવત રહી છે. મોરબી રોડ પર જકાતનાકા પાસે અક્ષરધામ સોસાયટી-૩માં રહેતાં ગાંડુભાઇ લાખાભાઇ રંગપરા (ઉ.વ.૪૨) નામના યુવાન સાંજે ઘરે હતાં ત્‍યારે એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતાં ઢળી પડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

ગાંડુભાઇ છુટક મજૂરી કરતાં હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. અગાઉ તેમને હૃદયની નળી બ્‍લોક આવી હોઇ ઓપરેશન કરાવેલુ હતું. ગત સાંજે હાર્ટએટેક જીવલેણ નીવડયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, ધમેન્‍દ્રભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇએ જાણ કરતાં બી-ડિવીઝનના હિતેષભાઇ કોઠીવાલ સહિતે કાર્યવાહી કરી હતી.

(2:14 PM IST)