તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
બાપુનગર કવાર્ટરમાં યોજાનાર વાયઝ-નિયાઝ કાર્યક્રમ મોકૂફ
ગેમઝોન દુર્ઘટનાના પગલે મહોર્રમ નિમિતે

રાજકોટઃ તા.૬: ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના ના પગલે અનેક લોકોના જીવ ગયા અને તેને શ્રધ્ધાંજલિ પાઠવા તેમજ તકેદારીનાભાગરૂપે આ વર્ષે બાપુનગર કવાર્ટર વિસ્તારમાં હિંદુ-મુસ્લિમ સમાજના ભાઇઓ સાથે મળીને યુવા કમિટી દ્વારા મહોર્રમ નિમિતે કરવામાં આવતા વાએઝ અને ન્યાજનો કાર્યક્રમો અને આયોજન મોકૂફ રાખવાનો મહત્વનો નિર્ણય અલ ખ્વાજા બાપુનગર વકફ બોર્ડ ટ્રસ્ટ બોર્ડ ટ્રસ્ટ-રાજકોટ તેમજ ગુલામે હુસેન કમિટીના આગેવાન ઝાકિરભાઇ આમદભાઇ દલ અને સભ્યો દ્વારા લેવામાં આવ્યો છે. બહેનો માટે વાયઝ - મુસ્લિમ અગ્રણી હાજી યાસીનભાઇ બાવાણીના નિવાસ પાસે કૃષ્ણપરા-૧ખાટકીવાસમાં તા. ૮ થી ૧૫ સુધી મહોર્રમ નિમિતે દરરોજ બપોરે ૪ થી ૬ માત્ર મહિલાઓ માટે આલિમા દ્વારા તકરીર નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
(2:14 PM IST)










