તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
સતત ૧૫ કલાક મ્યુઝીકનો રેકોર્ડ : ૧૭૦ ગીતો રજુ
અરીહંત ઇન્વેસ્ટમેન્ટ યોજીત સફળ કાર્યક્રમની ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં લેવાઇ નોંધ મેહુલ રવાણી અને અલ્પેશ ડોડીયાની ટીમને ચોમેરથી શુભેચ્છાવર્ષા

રાજકોટ તા. ૬ : અરીહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે નોન સ્ટોપ સતત ૧૫ કલાક સુધી મ્યુઝિકલ કાર્યક્રમ યોજવામાં આવતા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધ લેવાઇ હતી.
આ અંગેની વિગતો ‘અકિલા' ખાતે વર્ણવતા આયોજકોએ જણાવ્યુ હતુ કે સતત ૧૫ કલાક રસપ્રચુર કાર્યક્રમ સફળ રહ્યો હતો. ઓરકેસ્ટ્રા મ્યુઝિકલ મેલોઝના રાજેન્દ્ર ત્રિવેદીએ પાર્ヘ સંગીત પીરસી જમાવટ કરેલ. જયારે મુકેશજીના ગીતો પાર્શ્વ ગાયક અલ્પેશ ડોડીયાએ રેલાવ્યા હતા. સતત ૧૫ કલાક સુધી ૧૭૦ ગીતો રજુ કરાયા હતા. કો-સીંગર રફીક જરીયા, સહ ગાયીકાઓ રીટા ડોડીયા, કાજલ કથરેચા, રીના ગજજર, રૂપાલી જાંબુચા, દેવયાની ગોહેલ (ચક્રવર્તી), દીપા ચાવડા, હીના કોટડીયાએ અવાજનો જાદુ રેલાવ્યો હતો.
સાજીંદાઓમાં ઇમ્તિયાઝખાન સૈયદ (કિબોર્ડ), ભાર્ગવ ઉમરાણીયા (રીધમીસ્ટ), જીતામી વ્યાસ (ગીટાર), પારસ વાઘેલા (રીધમીસ્ટ, ભરત ગોહેલ (રીધમીસ્ટ), ફીરોજ શેખ (રીધમીસ્ટ), દીલીપ ત્રિવેદી (રીધમીસ્ટ), સંદીપ ત્રિવેદી (પકર્યુસન), પ્રથમ વાઘેલા (પકર્યુસન) ને સાથ આપ્યો હતો. પ્રાયોજક ભાવેશ પિત્રોડા અને તાજ સાઉન્ડવાળા હબીબ ધાડા હતા.
કાર્યક્રમની નોંધ લઇ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા ટ્રોફી, શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ.
કાર્યક્રમમાં જૈન મેટરી મોનિયલ ગ્રુપના હર્ષદ મહેતા, આકાર જવેલર્સવાળા હાર્દીકભાઇ પારેખ, રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઇ શેઠ, મધુકરભાઇ મહેતા, રવિભાઇ ભટ્ટ, રોયલ સ્ટીલ ફેબ્રીકેશનવાળા ભાવેશભાઇ પિત્રોડા, પ્રવિણભાઇ પિત્રોડા, અંબીકા સ્ટીલ લેટર પંચના હરેશભાઇ પરમાર, રાજેશભાઇ પરમાર, તિલકભાઇ પરમાર, જે. પી. જવેલર્સ, પીઠવા મેન્યુફેકચરર્સના મિતેશભાઇ પીઠવા તેમજ અન્યા સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
તસ્વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ સફળ કાર્યક્રમની ખુશી શેર કરતા મેહુલ રવાણી અને અલ્પેશ ડોડીયા નજરે પડે છે.
(2:52 PM IST)










