<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

ઓનલાઇન અને ઓટીટી પર હિંસક તથા અશ્‍લિલ વીડિયો પર લગામ મૂકો

ગ્રાહક પંચાયત દ્વારા અધિકારીઓ- કલાકારોને પત્ર

રાજકોટઃ તા.૬: અખિલ ભારતીય ગ્રાહક પંચાયત રાજકોટ જીલ્લા એકમની તાજેતરમાં મળેલી  કારોબારી સમિતિમાં લેવાયેલ નિર્ણય મુજબ અને સૌરાષ્‍ટ્ર પ્રાંતની સૂચના મૂજબ સમાજમાં ઓનલાઇન ગેઇમ અને ઓટીટી પ્‍લેટફોર્મ ઉપર હિંસક અને અશ્‍લિીલ વીડીઓ ફીલ્‍મોને જોઇને વિકૃત થઇ રહેલા યુવા માનસ અને જનમાનસને બચાવવાનો હેતુ થી આવા વિડિયો ઓનલાઇન પ્‍લેટફોર્મ ઉપર શેર  ન કરવામાં વિનંતી કરાઇ  છે.

રાજકોટ ના જીલ્લા સચિવ એ.વી. જોષી (એડવોકેટ) એપત્રો લખીને ઓટીટી પ્‍લેટફોર્મ અને ઓનલાઇન ગેઇમથી થતી સામાજિક હાનિને ઉલ્લેખ કરીને આવા વિડીયોને પ્રોત્‍સાહન ન આપવા આ ફિલ્‍મી હસ્‍તીઓ અને ક્રિકેટરોને વિનંતી કરી છે.

સમગ્ર દેશના આશરે ૮૦૦ જીલ્લાઓ માંથી અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ના પદાધિકારીઓ અને સદસ્‍યો એ આ સેલીબ્રીટીને ઓનલાઇન ગેઇમ અને ઓટીટી પ્‍લેટફોર્મમાં આવતા અશ્‍લીત કન્‍ટેન્‍ટ ને પ્રોત્‍સાહન નહિ આપવા અનુરોધ કરતા પત્ર લખેલા છે.

(3:06 PM IST)