તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
આઝાદી બાદના પ્રથમ મંત્રીમંડળના સભ્ય શ્યામાપ્રસાદ મુખર્જીની આજે જન્મજયંતિ
મેયર સહિતના પદાધિકારીઓ, કોર્પોરેટરો દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાઇ

રાજકોટઃ ભારતના અગ્રણી હિંદુત્વવાદી રાજકીય નેતા અને દેશની આઝાદી બાદના પ્રથમ મંત્રીમંડળના સભ્ય શ્રી શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૨૩મી જન્મજયંતિ નિમિતે આજે તા.૬ના રોજ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો દ્વારા પુષ્પ અર્પણ કરી મસ્તક નમન અને પ્રણામ કરવામાં આવેલ. આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, ટાઉન પ્લાનીંગ કમિટી ચેરમેન ચેતનભાઈ સુરેજા, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, સેનિટેશન સમિતિ ચેરમેન નીલેશભાઈ જલુ, માર્કેટ સમિતિ ચેરમેન રવજીભાઈ મકવાણા, બાગ બગીચા અને ઝૂ કમિટી ચેરમેન સોનલબેન સેલારા, માધ્યમિક અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસિલાબેન સાકરીયા, શહેર ભાજપ મંત્રી ઈલાબેન પડીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન પ્રવિણભાઈ નિમાવત, કોર્પોરેટર નરેન્દ્રસિંહ વાઘેલા, પુષ્કરભાઈ પટેલ, વિનુભાઈ સોરઠીયા, વિનુભાઈ ઘવા, જીતુભાઈ કાટોડીયા, રણજીતભાઈ સાગઠીયા, મંજુબેન કુગસીયા, રાજેશ્રીબેન ડોડીયા, અલ્પાબેન દવે, કુસુમબેન ટેકવાણી, દુર્ગાબા જાડેજા, કીર્તિબા રાણા, કંકુબેન ઉઘરેજા, ભારતીબેન પરસાણા, કંચનબેન સિધ્ધપુરા, જયાબેન ડાંગર, દક્ષાબેન વસાણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય મનસુખભાઈ વેકરીયા, હિતેશભાઈ રાવલ, વોર્ડ નં.૧૪ના મહામંત્રી કેયુરભાઈ મશરૂ, ભાજપ કાર્યાલય મંત્રી મહેશભાઈ પરમાર, સાંસ્કૃતિક વિભાગના મેનેજર કૌશિક ઉનાવા, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી.ડી.ઘોણીયા, મેનેજર અને પી.એસ.ટુ ચેરમેન હિમાંશુ મોલિયા, ડેપ્યુટી સેક્રેટરી ધવલ જેસડીયા તથા સાંસ્કૃતિક વિભાગના કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહી, પુષ્પાંજલિ અર્પણ કરી મસ્તક નમન કરેલ
(3:39 PM IST)










