તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
શહેરીજનોને અષાઢી બીજની શુભેચ્છા પાઠવતા ભાજપ અગ્રણીઓ

રાજકોટઃ તા.૬: શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મહામંત્રી અશ્વિન મોલિયા, ડો. માધવ દવે વિરેન્દ્રસિંહ ઝાલાએ શહરીજનોને અષાઢી બીજના પાવન પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે અષાઢી બીજ એ રથયાત્રાનું મંગલ પર્વ છે. દર વર્ષે આ દિવસે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાની મુર્તિને ત્રણ ભવ્ય રથોમાં પધરાવીને ભવ્યતિભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે.
લોકસાહીત્યકારો પોતાની રચનાઓમાં અષાઢ મહિનાને ખુબ ખુબ બિરદાવ્યો છે, એવો અષાઢ માસ જયારે ઓળધોળ બની અવનીપરઅનરાધારવરે અનેમાનવજીવનન ઉત્કર્ષની સાથોસાથ ધર્મજીવન પણ બળવતર બનાવે એવી અષાઢી બીજની આભા સૌના અંતર મનને સભર બનાવે છે.
અષાઢી બીજના પાવન પર્વે શહેરીજનોને શુભેચ્છા પાઠવતા મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો. માધવ દવેવરેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું છે.
(3:42 PM IST)










