તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
હોટલ-બાંધકામની સાઇટ-હોસ્પિટલોમાં મચ્છરોના ઘરઃ પ૬ હજારનો દંડ
શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મનપાનું સઘન ચેકીંગ શહેરમાં ૩ હજાર વિવિધ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસઃ ૧૦૭ ને નોટીસ

રાજકોટ,તા. ૬: શહેરમાં જુન માસ, મેલેરિયા વિરોધી માસ અને હાલ જુલાઇ માસ, ડેન્ગ્યુ વિરોધી માસને અનુલક્ષીને રોગચાળા અટકાયતિ માટે આરોગ્ય શાખા દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન સ્કુલ, હોટલ, બાંઘકામ, સેલર, ઘાર્મિક સ્થળ સહિત ૩૦૦૩ પ્રિમાઇસીસમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરજામાં આવતા હોટલ, બાંઘકામ સાઇટ, હોસ્પિટલ સહિત ૬૭ લોકો પાસેથી રૂા.૫૬,૦૫૦નો વહિવટી ચાર્જ તથા ૧૦૭ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ આપવામાં આવી છે.
કોને કોને નોટીસ
આ કામગીરીને વેગ આ૫વા તથા જનજાગૃતિ સબબ જુન માસને ‘મેલેરિયા વિરોઘી માસ' અને જુલાઇ માસ ને ડેંગ્યુ વિરોધી માસ'તરીકે ઉજવવામાં આવે છે. જેમાં રોગ અટકાયતી કામગીરી સબબ હોસ્પિટલ, સેલર, શાળા/કોલેજ, હોટલ, બાંધકામસહિતનીપ્રિમાઇસીસોમાં મચ્છર ઉત્૫તિ સબબ ચેકીંગ કામગીરી કરવામાં આવેલ.આ કામગીરી હેઠળ પ્રિમાઇસીસમાં મચ્છરના પોરા મળી આવતાઅથવા મચ્છર ઉત્પતિ થાય તેવી બેદરકારી જોવા મળતા નોટીસ આપવામાં આવી છે. જેમાં ન્યુબાંધકામ - આર્યનગર મે. રોડ, ન્યુ બાંધકામ - આર્યનગર - ૧ર, બંગડીનુંકારખાનું - સદગુરૂનગર, ઇન્ડસ્ટ્રીઝ - રણછોડનગર, દેવલોક -ર - ૮૦ ફુટ રોડ, ભંગારનોડેલો - કોઠારીયા મેઇન રોડ, ભંગારનોડેલો - કોઠારીયા મેઇન રોડ, 9th એમરલ્ડ વીંગ - એ - રાઘીકા પાર્ક, 9th એમરલ્ડ વીંગ - બી - રાઘીકા પાર્ક, તુલસીકૃપાબાંઘકામ - મીલન સોસા. - ૧,ન્યુબાંઘકામ - જાનકી પાર્ક મે. રોડ, સિઘ્ઘીહાઇટસ ફલેટ - જીવરાજ પાર્ક માર્ગ - ૪, શ્યામલસાઈટબાંધકામ - સંકેત પાર્ક, મંગલમ સ્કુલબાંધકામ - બાલાજીહોલ પાસે, ન્યુ બાંધકામ -ભરતવન૩, ન્યુ બાંધકામબાંધકામ - માસ્તરસોસા, ન્યુ બાંધકામ - જીવરાજપાર્ક, ઇન્ડસ્ટ્રી શેડબાંધકામ - દિનદયાળ ઇન્ડસ્ટ્રી, શ્રીજી એવન્યુબાંધકામ - એચસી જી રોડ, ન્યુ બાંધકામ - પ્રહલાદપ્લોટ, રહેણાક બાંધકામ - મધુવનપાર્ક, ન્યુ બાંધકામ - રણછોડનગર, ન્યુ બાંધકામ - શિવનગર ૧, મમતા ટીઇન્ડસ્ટ્રી - અટીકાઇન્ડસ્ટ્રી ૯, ધરતી ઇન્ડસ્ટ્રી - આજીડેમ ચોકડી, સિલ્વર બેકરી - કોઠારીયારોડ, ન્યુ બાંધકામ - પેડકરોડ, ન્યુ બાંધકામ - શ્રમજીવીસોસા, બાલાજી સેન્ડવિચ - કોઠારીયારોડ, ન્યુ બાંધકામ - અયોધ્યાચોક, ન્યુ બાંધકામ - સોરઠીયાવાડી, સોજીત્રા વોટર - સોરઠીયાવાડી, ન્યુ બાંધકામ - જીવરાજપાર્ક, ન્યુ બાંધકામ - શ્રમજીવીસોસા, શ્રી વ્રજ વિલા બાંધકામ - વર્ધમાનનગર, ન્યુ બાંધકામ - રણછોડનગર, રઘુવંશી ભોજનાલય - પંડિતદિન દયાલ, ન્યુ બાંધકામ - મીરાંપાર્ક, ન્યુ બાંધકામ - રણછોડનગર, હરી દર્શન હાઈટસેલર - ૫૦ફૂટ રોડ, બીત્તું રેસ્ટોરાં - મોરબીરોડ, ડિવાઈન બાંધકામ - માધાપરગામ, સંતોષ માર્બલબાંધકામ - માધાપરચોકડી, રામેશ્વર ઇન્ડસ્ટ્રી - ભાગ્યલક્ષ્મી, કે જે પટેલ હોસ્પિટલ - કોઠારીયારોડ, ન્યુ બાંધકામ - જીવરાજપાર્ક, ન્યુ બાંધકામ - જીવરાજપાર્ક, નોવા કોર્નર - કુવાડવારોડ, ન્યુ બાંધકામ - રણછોડનગર, ન્યુ બાંધકામ - વિવેકાનંદનગર, ન્યુ બાંધકામ - સ્વાતીપાર્ક,શ્રી હાઈટ્સ - સ્વાતીપાર્ક, ન્યુ બાંધકામ - માણેકપાર્ક, ન્યુ બાંધકામ - માણેકપાર્ક, સત્યમ રેવન્યુઇન્ડસ્ટ્રી - ૮૦ફૂટ રોડ ,ન્યુ બાંધકામ - ગોપાલનગર, સ્કાય વીસટબાંધકામ - ગોડાઉનરોડ, ન્યુ બાંધકામ - ગાયત્રીનગર,સેફાયર ગોલ્ડબાંધકામ - સમૃદ્ધિસોસા,સીટી એક્સ્પાયરબાંધકામ - વિમલનગર,ફલોર નેસ્ટએપાર્ટમેન્ટ - જીવરાજપાર્ક, ધ કોટીયાર્ડ ફલેટ - જીવરાજપાર્ક,સોરઠીયા રેસ્ટોરાં - કુવાડવારોડ, ન્યુ બાંધકામ - દિવાનપરા મેં રોડ, પ્રાઈમ એન્જીબાંધકામ - ખોડીયારપરા ૧,ન્યુબાંઘકામસાઇટ-શિવમ પાર્ક, દશાશ્રીમાળી ટ્રસ્ટ બાંઘકામ-ગોંડલ રોડ
વાહકજન્યરોગોનો ફેલાવો અટકાવવા માટે આરોગ્ય તંત્રનાઘનિષ્ઠ પ્રયત્નોને ત્યારે જ સફળતા મળે કે જયારે પ્રજાજનો સહકાર આપે. લોકોની સુખાકારી એ આરોગ્ય તંત્ર ની જવાબદારી છે, પરંતુ સહકાર મળવો એ અનિવાર્ય છે. લોકસહકાર મળે તો જ ડેન્ગ્યુ નિયંત્રણ અને અટકાયતની કામગીરી ખૂબ જ સરળ રીતે થઇ શકે.
ઘરોમાં મચ્છરના પોરા થતા અટકાવવા આટલું કરો
*છત પર કે તેની આસપાસ પડેલા ભંગાર, ટાયર, ડબ્બાડુબલી વગેરેનો તાકીદે નિકાલ કરીએ.
*અગાસી કે છજજામાંભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરીએ.
*સિમેન્ટની ટાંકી, બેરલ, કેરબાને હવાચુસ્ત ઢાંકીને રાખીએ તથા દર અઠવાડીયે ઘસીને સાફ કરવું.
* હવાચુસ્ત ઢાંકી ન શકાય તેવા ટાંકા- ટાંકીમાં અઠવાડીયેનિયમીત કેરોસીન નાખવું.
*ગાયની કુંડી તથા પક્ષીકુંજ ભરવાનું ટાળવું અથવા નિયમિત રાત્રે ખાલી કરીને ઊંધું વાળી દેવા, સવારે ફરીથી નવું પાણી ભરવું.
*ફ્રીજ પાછળની ટ્રે સપ્તાહમાં બે વખત સાફ કરીએ.
*ટાંકા, ટાંકી, માટલા વગેરે અઠવાડિયામાં બે વખત ઘસીને સાફ કરી, સૂકવીને ફરીથી ઉપયોગમાં લઇએ.
*નળ ગયા બાદ પાણી ભરવાની કુંડીનેસુકાક૫ડાથી સાફ કરવી.
*પાણીમાં મચ્છરના લારવા દેખાય તો તુરંત નાશ કરવો.
(3:44 PM IST)










