<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

આર.ટી.ઓ દ્વારા જુન માસમાં ૧ર૧૧ વાહન ચાલકો પાસેથી ૪૮ લાખના દંડની વસુલાત

ઓવરલોડ, ફિટનેશ-વીમા વગર તથા ભયજનક રીતે ઓવરસ્‍પીડમાં વાહન ચલાવનારા દંડાયાઃ આર.ટી.ઓ અધિકારી ખેપટના માર્ગદર્શન હેઠળ કડક કાર્યવાહી

રાજકોટ તા. ૬: રાજકોટ વાહન વ્‍યવહાર અધિકારી ખેપટના માર્ગદર્શન હેઠળ જુન માસ દરમ્‍યાન કુલ ૧ર૧૧ ઉપર વાહન ચાલક ઉપર દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને ૪૮૦૩ર૮૬ જેટલો દંડ કરવામાં આવેલ હતો.

આર.ટી.ઓ.ની અલગ અલગ ટીમ દ્વારા જુન માસ દરમિયાન ઓવરલોડ વાહનના કેસઃ ૧૬૧, દંડઃ ર૧,૬પ,૦૦૦ ઓવર ડાઇમેન્‍સનના કેસઃર૭ દંડઃ ૧,૭૩,૪૦૦/- કલેન્‍ડેસ્‍ટાઇન ઓપરેશનના કેસઃ ૪૧ દંડઃ ૪૧,૦૦,૦૦, ટેકસ વગર ચાલતા વાહનોના કેસઃ ૧૬ દંડઃ ૩૪૮૩૮૬ તથા રેડિયમ રેફલેકટર, વાઇટ લાઇટ એલઇડી ચેકિંગ, રોંગ લેન ડ્રાઇવિંગ વગેરે જેવા રોડ સેફટીના કેસઃ ૧૦માં દંડઃ ૧૧,૦૦૦ની વસુલાત કરાઇ હતી.

તેમજ ફિટનેસ, વીમા વગર વાહનોના કેસઃ ૧પ૧ દંડઃ ૪,૯૭,૦૦૦/- હેલ્‍મેટ, સીટબેલ્‍ટ, પીયુસી વગર વાહન હાંકનારના કેસઃ ર૦પ, દંડઃ ૧,૦ર,પ૦૦/- ભયજનક રીતે વાહન ચલાવનાર, ઓવરસ્‍પીડના કેસઃ ૪૦૩, દંડઃ ૮,૦પ,૦૦૦ રૂપડ એન્‍ડ સુપડના કેસઃ ૬૬ દંડઃ ૬૬,૦૦૦, ડ્રાઇવિંગ લાયસન્‍સ વિના વાહન ચલાવનારના કેસઃ ૧૦૯ દંડઃ ર,૧૪,૦૦૦ તથા અન્‍ય ગુનાઓના કેસઃ રર માં દંડઃ ૧૧,૦૦૦ મળી કુલ કેસ ૧ર૧૧માં કુલ દંડઃ ૪૮,૦૩,ર૮૬ની વસુલાત કરાઇ હતી.

(4:17 PM IST)