<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

પફ ખાઇ મીત-રાહુલે કહ્યું-પૈસા નહિ મળે, માથે જતાં રૂા. ૮૦ પણ લૂંટયા!

કૃષ્‍ણનગર, ગુરૂપ્રસાદ ચોકમાં લુખ્‍ખાગીરી કરનારા સામે ત્રીજો ગુનો સ્‍વામિનારાયણ ચોકના પફ વિલાવાળા ગોરવ ભિમાણીની ફરિયાદ

રાજકોટ તા. ૬: કૃષ્‍ણનગર અને ગુરૂપ્રસાદ ચોકમાં મોબાઇલ તથા પાનની દૂકાને છરી બતાવી લુખ્‍ખાગીરી કરનારા નવલનગરના મીત સુધીરભાઇ રાજ્‍યગુરૂ અને શ્રીનાથજી સોસાયટીના રાહુલ પ્રભાતભાઇ સબાડ સામે માલવીયાનગર પોલીસમાં ત્રીજો ગુનો પણ નોંધાયો છે. બંનેએ સ્‍વામિનારાયણ ચોકમાં આવેલી પફ વિલા નામની દૂકાને પાંચમી તારીખે રાતે દોઢેક વાગ્‍યે જઇ એક એક પફ ખાધા હતાં.  દૂકાન માલિક ગોૈરવભાઇ ભરતભાઇ ભીમાણી (રહે. વિમલનગર, મંગલ પાંડે ટાઉનશીપ)એ પફના પૈસા માંગતા બંનેએ પૈસા નહિ મળે કહી ગાળો દઇ છરી બતાવી હતી તેમજ બીવડાવીને ગોૈરવભાઇ પાસેથી રૂા. ૮૦ લૂંટી જઇ જો અમારી પાસે પૈસા માંગીશ તો મારી નાંખશુ કહી ધમકી આપી ભાગી ગયા હતાં. હેડકોન્‍સ. એ. વી. ચાવડાએ ગુનો નોંધ્‍યો હતો. બંનેને પકડી લેવાયા હોઇ પુછતાછ હાથ ધરાઇ છે.

(3:53 PM IST)