<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

આરટીઓ દ્વારા જુન મહિનામાં ૧ર૦૦ થી વધુ વાહન ચાલકો ઝપટે લેવાયાઃ વિવિધ ગેરરીતી સબબ ૪૮ લાખનો દંડ

ફિટનેશ-વીમા વગર ચલાવતા ૧પ૧ વાહન ચાલકો સામે પ લાખની વસુલાત ઓવર સ્‍પીડે ચલાવતા ૪૦૦થી વધુ તો લાયસન્‍સ વિનાના ૧૦૯ વાહન ચાલકો સામે કાર્યવાહી

રાજકોટ, તા., ૬: આર ટી ઓ રાજકોટ કચેરી દ્વારા  જુન માસ દરમ્‍યાન  ગેરરીતી આચરનાર ૧ર૧૧ જેટલા વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરી રૂા. ૪૮ લાખનો દંડ ફટકારાયો હતો.

જેમાં (૧) ઓવરલોડ વાહન કેસ ૧૬૧, દંડ ૨૧,૬૫,૦૦૦ (૨) ઓવર ડાઇમેન્‍સન કેસ ૨૭, દંડ ૧,૭૩,૪૦૦ (૩) કલેન્‍ડેસ્‍ટાઇન ઓપરેશન કેસ ૪૧,  દંડ ૪૧,૦૦,૦૦ (૪) ટેક્‍સ વગર ચાલતા વાહનો કેસ ૧૬, દંડ ૩૪૮૩૮૬

આ ઉપરાંત (૫) રેડિયમ રેફલેકટર, White light LED ચેકિંગ, રોંગ લેન ડ્રાઇવિંગ વગેરે જેવા રોડ સેફ્‌ટીના ગુનાઓ કેસ ૧૦,  દંડ ૧૧,૦૦૦ (૬) ફિટનેસ, વીમા વગર કેસ ૧૫૧, દંડ ૪,૯૭,૦૦૦  (૭) હેલ્‍મેટ,સીટબેલ્‍ટ, પી યુ સી વગર વાહન હાંકનાર કેસ ૨૦૫ દંડ ૧,૦૨,૫૦૦ (૮)ભય જનક રીતે વાહન ચલાવનાર, ઓવરસ્‍પીડ. કેસ ૪૦૩, દંડ ૮ લાખનો સમાવેશ થાય છે. ૯) Rupd & Supd કેસ ૬૬  દંડ ૬૬,૦૦૦ (૧૦) ડ્રાઇવિંગ લાયસન્‍સર વિના વાહન ચલાવનાર કેસ ૧૦૯ દંડ ૨,૧૪,૦૦૦ (૧૧) અન્‍ય ગુનાઓમાં  કેસ ૨૨,  દંડ ૧૧,૦૦૦ કરાયાનું સુત્રોએ ઉમાર્યુ હતું.

(3:58 PM IST)