<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂના વિશાળ જથ્થાનો નાશ કરતી પડધરી પોલીસ

 રાજકોટ રૅન્જના મહે.પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્યના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડતથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ  કે.જી.ઝાલાનાઓએ પો.સ્ટેમા રહેલ મુદામાલનો સત્વરે યોગ્ય નીકાલ કરવા સુચના આપેલ હોય જેથી સર્કલ પો.ઇન્સ ગોડલ સર્કલ એસ.જી.રાઠોડના માર્ગદર્શન હેઠળ પો.સબ.

ઇન્સ જી.જે.ઝાલા દ્વારા પડધરી પો.સ્ટેમા છેલ્લા એક વર્ષમા પકડાયેલ ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂ-બીયરનો કુલ ૧૯ કેશનો બોટલ નંગ-૧૩૮૦૧ કિ.રૂા.૧૭,૪૫,૦૧૩/- ના મુદામાલ નો નાશ કરવા નામદાર કોર્ટની પુર્વે મજુરી મેળવી સબ.ડીવિ. મેજી. વિમલકિર્તી ચક્રવતી સાહેબ રાજકોટ ગ્રામ્ય પ્રાંત તથા કે.જી.ઝાલા  નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ તથા તથા એસ.જી.રાઠોડ સર્કલ પો.ઇન્સ ગોડલ સર્કલ તથા એચ.જે.ગોહિલ પો.સબ.ઇન્સ નશાબંધી આબકારી વિભાગની હાજરીમા પુરતા પોલીસ બદોબસ્તમા સાથે પડધરી જામનગર હાઇવે રોડ, પડધરી બાયપાસ પટેલ જીનીંગથી આગળ રેલ્વે ઓવર બ્રીજ નીચે આવેલ ખુલ્લી જગ્યામાં રોલ ફેરવી નાશ કરવામા આવેલ છે. કામગીરી કરનાર (૧) કે.જી.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ (૨) વિમલકિર્તી ચક્રવતી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ સાહેબ રાજકોટ ગ્રામ્ય પ્રાત (૩) એસ.જી.રાઠોડ સર્કલ પો.ઇન્સ ગોડલ સર્કલ ગોડલ (૪) જી.જે.ઝાલા પો.સબ.ઇન્સ પડધરી પો.સ્ટે તથા પડધરી પો.સ્ટે ટીમ

(11:47 PM IST)