<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

વેલનાથપરાના ૩૫ વર્ષિય નરેન્‍દ્ર બાબરીયાનું ખુરશીમાં બેઠા બેઠા ઢળી પડયા બાદ મૃત્‍યુ

રાજકોટ તા. ૮: મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતો નરેન્‍દ્રભાઇ અમુભાઇ બાબરીયા (ઉ.વ.૩૫) નામનો યુવાન સાંજે વેલનાથ સોસાયટીના પૂલ નજીક દૂકાન પાસે ખુરશીમાં બેઠો બેઠો ઢળી પડતાં અને બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણાએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર નરેન્‍દ્રભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં ત્રીજો તથા કુંવારો હતો અને છુટક મજૂરી કરતો હતો. તે સાંજે આઠેક વાગ્‍યે ઘર નજીક દૂકાને ખુરશીમાં બેઠો હતો ત્‍યારે એકાએક પડી ગયો હતો અને બેભાન થઇ ગયો હતો. હાર્ટએટેક આવી ગયાની શક્‍યતા જણાવાઇ હતી. પોલીસે મૃત્‍યુનું કારણ જાણવા પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

(8:22 PM IST)