તા. ૧૯ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૪ મંગળવાર
News of Monday, 8th July 2024
ભારત સરકાર દ્વારા ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં ગુજરાતમાં સલાહકાર સમિતિના સભ્ય તરીકે ધર્મેન્દ્રસિંહ ઝાલા
નિમણુંકને આવકારતા ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ રાજકોટ અગ્રણીઓ, પદાધિકારીઓ

રાજકોટઃ ભારત સરકાર દ્વારા ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઇ)ના ગુજરાતના સલાહકાર સમિતિના સભ્ય તરીકે રાજકોટના ધર્મેન્દ્રસિંહ વનરાજસિંહ ઝાલા (પીન્ટુભાઇ-ખાટડી)ને નિયુકત કરવામાં આવ્યા છે.
ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રાજસ્થાન, દિલ્હી અને તેલંગાણામાંથી પણ સભ્યોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ધર્મેન્દ્રસિંહ ઝાલાને ગુજરાતમાંથી સભ્ય તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રસિંહ ઝાલાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને ટોચના નેતૃત્વનો આભાર વ્યકત કરતા ખાતરી આપી છે કે ટોચના નેતૃત્વ દ્વારા મને જે જવાબદારી સોંપવામાં આવી છે, તે હું પુરી નિષ્ઠાથી નિભાવીશ.
ધર્મેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતુ કે, ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો ઉદ્દેશ્ય ખેડૂતો પાસેથી સરકારી અનાજની ખરીદી, ગોડાઉનમાં યોગ્ય રીતે સંગ્રહ કરવા અને અન્ન યોજનામાં ઓળખાયેલા લોકોને અનાજ પુરૂ પાડવા જેવી મહત્વની જવાબદારીઓ નિભાવવાનો છે. કેન્દ્રીય ખાદ્ય નિગમની ગુજરાત રાજ્યની સલાહકાર સમિતિના સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે. સંસદ સભ્યના અધ્યક્ષ પદ હેઠળની સલાહકાર સમિતીના નવનિયુકત સભ્ય સહિતના સભ્ય રાજ્યમાં એફસીઆઇ નેજા હેઠળ ખાદ્ય અન્નની ખરીદી, વિતરણ, ગુણવતા વગેરે પર દેખરેખ રાખશે.
આ નિમણુંકને ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ રાજકોટના આગેવાનો પદાધિકારીઓ, બિલ્ડરો વગેરેએ બિરદાવી હતી. પીન્ટુભાઇ-ખાટડીના હુલામણા નામથી જાણીતા ધર્મેન્દ્રસિંહ ઝાલા છેલ્લા ઘણા વર્ષથી અનેક સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલ છે. તે સહકાર ગ્રુપના પ્રમુખ તેમજ હિન્દુ સેનાના અધ્યક્ષ છે. ઉપરાંત રાજકોટ શહેર ભાજપ વોર્ડ નંબર ૧૨ના સક્રિય સભ્ય છે. તેઓને મો. ૯૭૧૪૩ ૧૧૧૧૧ તેમના મિત્રો અને સગાસ્નેહીઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.
(11:22 AM IST)










