<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

મહોર્રમ માસનો પ્રારંભઃ લતેલતે હુસેની મજાલિસો

મહોર્રમ માસનો પ્રારંભ થતા જ તાજીયાઓ બનાવવામાં આવી રહ્યા છે જે પૈકી સદર અને નહેરૂનગરમાં બની રહેલા તાજીયા ત્‍થા સબિલોની કામગીરી તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

 

રાજકોટ તા. ૮ :.. ગઇ સાંજે ૩૦ મી જિલ હજજ પુરી થતા આજે ઇસ્‍લામી નૂતન વર્ષની સાથે મહોર્રમ માસનો પ્રારંભ થતા જ મુસ્‍લિમ સમાજમાં કરબલાના શહીદોની સ્‍મૃતિમાં મનાવાતો ગમ નજરે પડી રહ્યો છે.

ખાસ કરીને ગઇ રાતથી જ લતે-લતે હુસેની મજાલિસો શરૂ થઇ ગઇ છે. જેમાં પ્રથમ રાત્રીથી જ ભાઇ-બહેનો મોટી સંખ્‍યામાં  વાઅઝ સાંભળવા ઉમટી રહ્યા છે.

જેમાં તવકકલ ચોક (રઝાનગર) ખાતે મૌલાના ઉસ્‍માનગની અઝહરી (ર) બાબરીયા કોલોનીમાં કારી અ.રહીમ બરકાતી (ઉના) (૩) રેલનગરમાં મૌલાના સજજાદ હુસેન નૂરી (૪) પોપટપરામાં મૌલાના સિકંદરબાપુ રઝવી (પ) ભગવતી સોસાયટી દૂધની ડેરી પાસે મૌલાના અલી અકબર સિદીકી તકરીર કરી રહ્યા છે.

આ ઉપરાંત મસ્‍જીદોમાં દરૂદ શરીફના ખતમ પણ ગઇ રાતથી શરૂ થયા છે.

(1:34 PM IST)