<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

રઘુવંશી અગ્રણી મિતેષ રૂપારેલીયાના પિતાશ્રી રમેશચંદ્રભાઇનું દુઃખદ અવસાનઃ આજે સાંજે બેસણુ

પ.પૂ. રણછોડદાસજી બાપુના પરમ ભક્‍ત એવા સ્‍વ. રમેશચંદ્રભાઇ અનેક સામાજિક-સેવાકીય પ્રવૃતિઓ સાથે સતત સંકળાયેલા હતા

રાજકોટના રઘુવંશી અગ્રણી અને  વિખ્‍યાત અસ્‍મિકા તેલ ના મેન્‍યુફેક્‍ચરર શ્રી મિતેષભાઇ રૂપારેલીયા (મો. ૮૦૦૦૯ ૧૦૦૦૯), શ્રી જયદેવભાઈ રૂપરેલીયા (મો. ૮૦૦૦૯ ૧૮૦૦૯)ના પિતાશ્રી તથા શ્રી રઘુભાઈ(મો.૯૬૨૪૪ ૪૪૪૬૫)ના દાદા શ્રી રમેશચંદ્ર બાબુલાલ રૂપારેલીયા (ઉંમર વર્ષ ૮૩)નું દુઃખદ અવસાન થયેલ છે. મૂળ ઓરિસ્‍સા અને છેલ્લા ૫૦ વર્ષોથી સોરઠના માળીયા હાટીનાથી  આવીને રાજકોટને કર્મભૂમિ બનાવનાર સ્‍વ. રમેશચંદ્રભાઈ  પ.પૂ. રણછોડદાસજી બાપુના પરમ ભક્‍ત હતાં. સ્‍વર્ગસ્‍થ નું બેસણું આજરોજ સાંજે ૪ થી ૬ જાગનાથ મંદિર, ડો. યાજ્ઞિક રોડ,રાજકોટ ખાતે રાખેલ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે પ.પૂ. રણછોડદાસજી બાપુ (પૂજય ગુરુદેવ)ના પરમ ભક્‍ત સ્‍વ. રમેશચંદ્ર બાબુલાલ રૂપારેલીયા વર્ષોથી સામાજિક, સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા અને પૂ. રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે ચાલતા અન્નક્ષેત્ર, નેત્ર યજ્ઞ, સત્‍સંગ, કુદરતી આફતો વખતે ચાલતા સેવાયજ્ઞ, રાહત સામગ્રીનું વિતરણ સહિતની તમામ સેવાકીય પ્રવૃત્તિમાં સદાય અગ્રેસર રહેતા હતાં. સ્‍વર્ગસ્‍થ ના પુત્રો શ્રી મિતેષભાઈ અને જયદેવભાઈ(પિન્‍ટુભાઈ) તથા પૌત્ર શ્રી રઘુભાઈ વર્ષોથી નવરાત્રી દરમ્‍યાન ‘અકિલા-રઘુવંશી બીટ્‍સ' નું જાજરમાન આયોજન કરી રહ્યા છે.

(1:36 PM IST)