News of Monday, 8th July 2024
પગપાળા આખા તિબેટનું માપ કાઢી નકશો બનાવનાર ભારતીય સંશોધક નૈનસિંહ રાવત
પગમાં દોરડું અને હાથમાં માળા રાખી અનોખી માપણી પધ્ધતિથી શોધ કરી તિબેટને માપ્યું : ઉચ્ચ પ્રદેશો અને ઉબડખાબડ માર્ગો પર પંડિત નૈનસિંહ ૩૧.૫ ઇંચનું એક એવા ૩૧ લાખ ૬૦ હજાર ડગલા ચાલ્યા : હિન્દી અને તિબેટીયન ઉપરાંત તેમને ફારસી અને અંગ્રેજી ભાષાનું પણ સારૂં જ્ઞાન હતું : રાવત એક મહાન સંશોધક, સર્વેક્ષક અને નકશાલેખક હતા તેમણે મુસાફરીની ડાયરીઓ પણ તૈયારી કરી હતી : તેઓ આધુનિક વિજ્ઞાન પર હિન્દીમાં ‘અક્ષાંશ દર્પણ' નામનું પુસ્તક લખનાર પ્રથમ ભારતીય હતા : અંગ્રેજોએ સમગ્ર ભારતનો સ્કેલડ નકશો બનાવ્યો હતો. તિબેટીયન લોકો યુરોપિયનોને આવવા ન દેતા અંગ્રેજોએ નૈનસિંહ રાવતને સર્વે ઓફ ઈન્ડિયામાં તાલીમ આપી ૨૦ રૂપિયા પગારે તિબેટનો નકશો બનાવવાનું કામ સોંપ્યું : પંડિત નૈનસિંહ રાવત પ્રથમ વ્યક્તિ હતા જેમણે લદ્દાખથી લ્હાસાનો નકશો બનાવ્યો હતો : લ્હાસાની ઊંચાઈ માપી અને બ્રહ્મપુત્રા નદીનું સર્વેક્ષણ કર્યું

૧૫૦ વર્ષ પહેલાંની વાત છે. એક મુસાફર ભારતની અંતરિયાળ સરહદે આવેલા એક ગામમાંથી તિબેટ તરફ નીકળ્યા. આ યાત્રીનું કામ તિબેટનો નકશો બનાવવાનું હતું. જેના માટે અંતર માપવાનું હતું. આજના જેવા જીપીએસ ઉપકરણો એ સમયે નહોતા. કલ્પના કરો કે તે કેવી રીતે નક્શો તૈયા થયો હશે? આવી સ્થિતિમાં નૈન સિંહે રાવતે પોતાની માપણી પદ્ધતિની શોધ કરી. આમ તો એકજ માળામાં ૧૦૮ માણકા હોય છે પણ નૈનસિંહએ હાથમાં રાખેલી માળામાં ૧૦૦ મણકા હતા. અને ૧૦૦મો મણકો બાકીના કરતા થોડો મોટો હતો. દરેક ૧૦૦ પગલાઓ માટે એક મણકો ખસેડવામાં આવતો હતો અને આ રીતે ૧૦૦ મણકા પર ૧૦ હજાર ડગલાનું અંતર કાપવામાં આવ્યું હતું. ૧૦ હજાર પગલાં એટલે બરાબર પાંચ માઈલ. હવે એવું જરૂરી નથી કે દરેક પગલું સમાન હોય, તેથી પંડિત નૈનસિંહ પગ વચ્ચે દોરડું બાંધીને ચાલતા હતા જેથી દરેક પગલાનું અંતર સમાન રહે. તેઓ એવી રીતે ચાલતા કે દરેક પગલું બરાબર ૩૧.૫ ઇંચનું હોય. તેઓને માત્ર સપાટ રસ્તાઓ પર જ નહીં પરંતુ તિબેટના ઉચ્ચપ્રદેશો અને ઉબડખાબડ માર્ગો પર પણ ચાલવું પડ્યું. આમ પંડિત નૈન સિંહ ૩૧ લાખ ૬૦ હજાર ડગલા ચાલ્યા અને તેમણે તેમના દરેક પગલા પર નજર રાખી હતી અને ડાયરીમાં નોંધ પણ કરી હતી.
પંડિત નૈનસિંહ રાવતનો જન્મ ૨૧ ઓક્ટોબર ૧૮૩૦ના રોજ ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના મુનસિયારી તાલુકાના મિલામ ગામમાં થયો હતો. લોકો તેમના પિતા અમર સિંહને શ્નલાટા બુઢાઙ્ખ તરીકે ઓળખતા હતા. કારણ પરંતુ અમરસિંહે બે વાર લગ્ન કર્યા હતા જેના કારણે ગ્રામજનોએ તેને કાઢી મૂક્યા હતા. નૈનસિંહ તેમનું પ્રાથમિક શિક્ષણ ગામમાં જ મેળવ્યું હતું પરંતુ આર્થિક સંકડામણને કારણે તેઓ તેમના પિતા સાથે ભારત અને તિબેટ વચ્ચેના પરંપરાગત વેપારમાં જોડાયા હતા. આનાથી તેમને તેમના પિતા સાથે તિબેટના ઘણા સ્થળોની મુલાકાત લેવાની અને તેમને સમજવાની તક મળી. તેમણે તિબેટીયન ભાષા શીખી જેનાથી તેમને ભવિષ્યમાં ઘણી મદદ મળી. હિન્દી અને તિબેટીયન ઉપરાંત તેમને ફારસી અને અંગ્રેજી ભાષાનું પણ સારું જ્ઞાન હતું. આ મહાન સંશોધક, સર્વેક્ષક અને નકશાલેખકે તેમની મુસાફરીની ડાયરીઓ પણ તૈયાર કરી હતી. તેણે પોતાનું મોટાભાગનું જીવન નકશાની શોધ અને તૈયાર કરવામાં વિતાવ્યું.
૧૯મી સદીની શરૂઆતમાં જયારે અંગ્રેજોએ ભારત પર પોતાની પકડ મજબૂત કરવાનું શરૂ કર્યું ત્યારે તેઓએ તેનું સર્વેક્ષણ પણ શરૂ કર્યું. સર્વે ઓફ ઈન્ડિયાની સ્થાપના ૧૭૬૭માં થઈ હતી અને ૧૮૦૨ માં મહાન ત્રિકોણમિતિ સર્વેક્ષણ શરૂ થયું. જે અંતર્ગત અંગ્રેજોએ માઉન્ટ એવરેસ્ટ, K2 કાંચનજંગાની ઊંચાઈ માપી હતી અને સમગ્ર ભારતનો સ્કેલડ નકશો બનાવ્યો હતો. તિબેટ ત્યારે સિલ્ક રૂટના માર્ગ પર હતુ અને આ વિસ્તાર પર વર્ચસ્વ માટે રશિયા અને બ્રિટન વચ્ચે ગ્રેટ ગેમ શરૂ થઈ ગઈ હતી. ૧૮૫૦ ની આસપાસ અંગ્રેજોએ તિબેટનું સર્વેક્ષણ કરવાનું નક્કી કર્યું. પરંતુ અહીં એક મુશ્કેલી હતી. તિબેટીયન લોકોએ યુરોપિયનોને આવવા ન દીધા. તેનો અર્થ એ કે આ વિસ્તારમાં કોઈ સર્વે કરવાનું અશક્ય હતું. અંગ્રેજોને લાગ્યું કે નકશામાં તિબેટની જગ્યાએ ખાલી જગ્યા છોડવી પડશે. સર્વેની જવાબદારી તત્કાલિન સર્વેયર જનરલ કેપ્ટન માઉન્ટ ગુમેરીના હાથમાં હતી. તેણે આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો. તેણે તિબેટની સરહદે આવેલા વિસ્તારોમાં એવા લોકોને શોધવાનું શરૂ કર્યું જેઓ તિબેટીયન લોકો જેવા દેખાતા હતા અને ત્યાંની ભાષા બોલી શકતા હતા. આવી સ્થિતિમાં તેણે જોહર ઘાટીના લોકોને તાલીમ માટે ભરતી કરવાનું શરૂ કર્યું. જયારે નૈનસિંહને આ ટ્રેનિંગ વિશે ખબર પડી ત્યારે તેઓ એક સ્કૂલમાં ભણાવતા હતા. આ પહેલા પણ તેણે જર્મન સર્વેયર સાથે કુલી તરીકે રોહતાંગ પાસની યાત્રા કરી હતી. આ પ્રવાસ દરમિયાન નૈનસિંહે હોકાયંત્ર અને બેરોમીટર જેવાં સાધનો ચલાવવાનું શીખ્યા હતા અને જર્મન સર્વેક્ષકો તેમનાથી એટલા પ્રભાવિત થયા કે તેઓએ તેમને લંડન આવવા આમંત્રણ આપ્યું હતુ. જો કે તે સમયે સમુદ્ર પાર કરવું ખરાબ માનવામાં આવતું હતું. આથી તેમણે લંડન જવાની ઓફરને ઠુકરાવી દીધી હતી. આ પછી અલમોડાના એક અંગ્રેજ અધિકારીએ તેમને એક શાળામાં નોકરી અપાવી અને તેઓ ત્યાં ભણાવવા લાગ્યા. ૧૮૬૩માં એ જ અંગ્રેજ અધિકારીએ તેમને દહેરાદૂન જઈને સર્વે ઓફ ઈન્ડિયામાં નામ નોંધાવવાનું સૂચન કર્યું. અહીં તાલીમ લીધા બાદ તેમને તિબેટના સર્વેક્ષણની જવાબદારી સોંપવામાં આવી હતી.
પંડિત નૈન સિંહ અને તેમના ભાઈઓ ૧૮૬૩માં જીએસટી (ગ્રેટ સર્વે ઓફ ટ્રિગોનોમેટ્રિકલ) માં જોડાયા અને નૈન સિંહે ૧૮૭૫ સુધી તિબેટની શોધખોળ ચાલુ રાખી. નૈન સિંહ અને તેમના ભાઈ મણિ સિંહની પસંદગી તત્કાલિન શિક્ષણ અધિકારી એડમન્ડ સ્મિથની ભલામણ પર કેપ્ટન થોમસ જયોર્જ મોન્ટગોમેરીએ જીએસટી હેઠળ મધ્ય એશિયાની શોધખોળ માટે કરી હતી. તેમનો પગાર મહિને ૨૦ રૂપિયા હતો. આ બંને ભાઈઓને ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વેની દેહરાદૂન ઓફિસમાં બે વર્ષ સુધી તાલીમ પણ આપવામાં આવી હતી. પંડિત નૈન સિંહે કાઠમંડુથી લ્હાસા અને માનસરોવર તળાવ સુધીનો નકશો તૈયાર કર્યો. આ પછી તે સતલજ અને સિંધ નદીના સ્ત્રોતમાં ગયા. તેમણે ૧૮૭૦માં ડગ્લાસ ફોર્સીથના પ્રથમ યરકંડ અથવા કાશગર મિશનમાં અને બાદમાં ૧૮૭૩માં સમાન મિશનમાં ભાગ લીધો હતો. દરમિયાન ૧૮૭૪ ના ઉનાળામાં મિશન લેહ પહોંચ્યું ત્યાં સુધીમાં કેપ્ટન હેનરી ટ્રોટર દ્વારા કેપ્ટન મોન્ટગોમેરીની બદલી કરવામાં આવી હતી. જીએસટી સુપ્રિન્ટેન્ડેન્ટ જનરલ જેમ્સ વોકરની સૂચના પર કેપ્ટન ટ્રોટરે પંડિત નૈન સિંહને લેહથી લ્હાસા સુધીના તિબેટના ઉત્તરીય ભાગનો નકશો તૈયાર કરવાની જવાબદારી સોંપી. તેમની સૌથી મુશ્કેલ યાત્રા ૧૫ જુલાઈ ૧૮૭૪ના રોજ લેહથી શરૂ થઈ જે તેમની છેલ્લી શોધ યાત્રા પણ સાબિત થઈ.
પંડિત નૈનસિંહ રાવત પ્રથમ વ્યક્તિ હતા જેમણે લદ્દાખથી લ્હાસાનો નકશો બનાવ્યો હતો. લ્હાસાની ઊંચાઈ માપી અને બ્રહ્મપુત્રા નદીનું સર્વેક્ષણ કર્યું. એટલે કે ‘અથાતો ઘુમક્કડ જિજ્ઞાસા' લખનાર રાહુલ સાંકૃત્યાયન તેમને પોતાના ગુરુ માનતા હતા. પંડિત નૈનસિંહ રાવતની નામના એવી હતી કે તેમના મૃત્યુના સમાચાર વિશ્વભરના અખબારોમાં પ્રસિદ્ધ થયા હતા. વિખ્યાત વિદ્વાન અને લેખક સર હેનરી યુલે તેમના વિશે કહ્યું હતું કે, ‘એશિયાનો નકશો બનાવવામાં પંડિત નૈનસિંહનું યોગદાન અન્ય કોઈ પણ સંશોધક કરતાં વધુ છે.'
૧૮૬૫માં નૈન સિંહ અને તેમના ભાઈ મણિ સિંહે કાઠમંડુથી તેમની યાત્રા શરૂ કરી અને તિબેટમાં પ્રવેશ કર્યો. જોકે, તે સમયે તિબેટ જવાનું જોખમથી ભર્યું હતુ. એટલા માટે નૈનસિંહ લામાનો વેશ ધારણ કરતા હતા. તે તિબેટીયન ભાષા જાણતા હતા. લેખની શરૂમાં જે માળાનો ઉલ્લેખ કર્યો છે તે પણ આ પોશાકનો એક ભાગ હતો. તે દિવસોમાં તિબેટ યુરોપિયન જાસૂસો વિશે સતર્ક હતું, તેથી નૈનસિંહે સર્વેક્ષણના સાધનો પોતાના કપડામાં છુપાવીને રાખ્યા હતા. તેમની સાથે ચાનો કપ હતો. જેમાં તે ખરેખર પારો છુપાવતા હતા. આ સિવાય તેની લાકડી સાથે થર્મોમીટર બાંધેલું હતું. આ લાકડી અને પારાનો ઉપયોગ ઊંચાઈનો અંદાજ કાઢવા માટે બેરોમીટર તરીકે થતો હતો. કોઈને ખબર ન પડે તે માટે નૈન સિંહ પોતાની લાકડી ઉકળતા પાણીમાં નાખતા અને આ રીતે તેને તાપમાન અને દબાણનો ખ્યાલ આવતો. આ ઉપરાંત તેમની સાથે એક ગધેડો પણ ચાલતો હતો, જેનું બિનસત્તાવાર નામ ‘ગવર્મેન્ટ ટ્રેઝરર' હતું. કારણ કે તેઓ તેની ખાલ નીચે પૈસા છુપાવતા હતા. આ સિવાય તે પોતાની સાથે પ્રાર્થના ચક્ર લઈને ફરતા હતા. જેમાં ‘ઓમ મણિ પદમે હુમ' લખ્યું હતું. બૌદ્ધ સાધુઓ આ ચક્ર તેમની સાથે રાખે છે અને માને છે કે જયારે પણ તેઓ ચક્રને ફેરવે છે ત્યારે પ્રાર્થના બહાર આવે છે. આ પ્રાર્થના વર્તુળમાં તેમણે તેમના તમામ વાંચન અને રૂટ સર્વેનો ડેટા રાખ્યો હતો.
પંડિત નૈનસિંહ ઉત્તરાખંડના સરહદી ગામડાના શિક્ષક હતા જેમણે ૧૯મી સદીમાં તિબેટને પગપાળા જ માપ્યું ન હતું પરંતુ તેનો નકશો પણ તૈયાર કર્યો હતો. આ તે સમયગાળો હતો જયારે તિબેટ વિશ્વની નજરથી છુપાયેલું હતું અને તેને ફોરબિડન લેન્ડ કહેવામાં આવતું હતું. વિદેશીઓને ત્યાં આવવાની સંપૂર્ણ મનાઈ હતી. પંડિત નૈન સિંહ માત્ર તિબેટ ગયા જ નહીં પરંતુ તિબેટનો નકશો પણ બનાવ્યો અને તે પણ કોઈપણ આધુનિક સાધનો વિના. ૧૯મી સદીમાં અંગ્રેજો ભારતનો નકશો તૈયાર કરી રહ્યા હતા અને લગભગ સમગ્ર ભારતનો નકશો બનાવી લીધો હતો. હવે તેઓ આગળ વધવાની તૈયારી કરી રહ્યા હતા પરંતુ તેમની પ્રગતિમાં સૌથી મોટો અવરોધ તિબેટ હતો. ૧૮૬૩માં બંને ભાઈઓ અલગ-અલગ રસ્તે ચાલ્યા ગયા. નૈનસિંહ રાવત કાઠમંડુ થઈને તિબેટ અને મણિસિંહ કાશ્મીર થઈને રવાના થયા. મણિસિંહ આ પહેલા જ પ્રયાસમાં નિષ્ફળ ગયા અને કાશ્મીરથી પાછા ફર્યા પરંતુ નૈનસિંહે તેમનો પ્રવાસ ચાલુ રાખ્યો.
નૈનસિંહ રાવતે વિશ્વને સૌપ્રથમ જણાવ્યું હતું કે લ્હાસાની સમુદ્ર સપાટીથી ઊંચાઈ કેટલી છે, તેનું અક્ષાંશ અને રેખાંશ શું છે. એટલું જ નહીં, તેણે બ્રહ્મપુત્રા નદીના કિનારે લગભગ ૮૦૦ કિલોમીટર પગપાળા પ્રવાસ કર્યો અને દુનિયાને કહ્યું કે સ્વાંગ પો અને બ્રહ્મપુત્રા એક જ નદી છે. સતલજ અને સિંધુ નદીઓના સ્ત્રોતો વિશ્વને જણાવનારા તેઓ પ્રથમ હતા. પ્રથમ વખત તેમણે તિબેટના ઘણા અદ્રશ્ય અને વણઉકેલ્યા રહસ્યોથી વિશ્વને પરિચય કરાવ્યો. સૌથી મહત્વની વાત એ છે કે તેમણે તિબેટનો નકશો પોતાની શાણપણ, હિંમત અને વૈજ્ઞાનિક કાર્યક્ષમતાથી પોતાનો જીવ જોખમમાં મૂકીને બનાવ્યો હતો.
નૈન સિંહને માત્ર એક સંશોધક તરીકે જ યાદ કરવામાં આવતાં નથી પરંતુ તેઓ આધુનિક વિજ્ઞાન પર હિન્દીમાં ‘અક્ષાંશ દર્પણ' નામનું પુસ્તક લખનાર પ્રથમ ભારતીય હતા. આ પુસ્તકો સર્વેક્ષણકારોની આવનારી પેઢીઓ માટે પણ ગ્રંથ સમાન છે. આ મહાન શોધકનું ૧ ફેબ્રુઆરી ૧૮૯૫ના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન થયું. ભારતીય ટપાલ વિભાગે તેમની સિદ્ધિના ૧૩૯ વર્ષ બાદ ૨૭ જૂન ૨૦૦૪ના રોજ તેમના પર ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
સશોધક નૈનસિહ રાવતે ચાર મોટી યાત્રાઓ કરી હતી
સૌ થમ વર્ષ ૧૮૬૫ મા તેઓ કાઠમડુ થઈને લ્હાસા ગયા અને ૧૮૬૬ મા કૈલાશ માનસરોવર થઈને ભારત પાછા ફર્યા. વર્ષ ૧૮૬૭-૬૮માં તેઓ ઉત્ત્।રાખડમા ચમોલી જિલ્લામા માના પાસ થઈને તિબેટના થોક જાલુગ ગયા જયા સોનાની ખાણો હતી. તેમની ત્રીજી મોટી યાત્રા શિમલાથી લેહ અને યારકદની હતી જે તેમણે વર્ષ ૧૮૭૩-૭૪માં કરી હતી. તેમની છેલ્લી અને સૌથી મહત્વપૂર્ણ યાત્રા વર્ષ ૧૮૭૪-૭૫માં હતી. તે લદ્દાખથી લ્હાસા ગયા અને ત્યાથી આસામ પહોચ્યા. આ સફરમા તેઓ ઍવા વિસ્તારોમાથી પસાર થયા જયા સુધી દુનિયાનો કોઈ માણસ નથી પહોચ્યો.

પેટ્રોન ગોલ્ડ મેડલ મેળવનાર એકમાત્ર ભારતીય હતા
નૈનસિંહે તેમના જીવનકાળ દરમિયાન ૬ યાત્રાઓ કરી હતી. જેની કુલ લંબાઈ ૪૨ હજાર કિલોમીટર હતી. આ પ્રવાસ દરમિયાન તેણે લદ્દાખથી લ્હાસા સુધીનો નકશો બનાવ્યો. લ્હાસાની ઊંચાઈ માપનાર તે પ્રથમ વ્યક્તિ હતા. આ ઉપરાંત તારાઓની સ્થિતિનું નિરીક્ષણ કરીને તેમણે લ્હાસાના અક્ષાંશ અને રેખાંશની પણ ગણતરી કરી. જે આજના આધુનિક મશીનો દ્વારા કરવામાં આવતી ગણતરીની ખૂબ નજીક છે. તિબ્બતની ખોજ વખતે પંડિત નૈનસિંહ ૩૧ લાખ ૬૦ હજાર પગલાં ચાલ્યા હતા. પંડિત નૈનસિંહને તેમના અદ્ભૂત કાર્ય માટે દેશ અને વિદેશમાં ઘણા એવોર્ડ મેડલ પણ મળ્યા હતા. રોયલ જિયોગ્રાફિકલ સોસાયટીએ તેમને સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કર્યા. તેમને સુવર્ણચંદ્રક અર્પણ કરતી વખતે કર્નલ યુલેએ કહ્યું હતું કે એશિયાનો નકશો તૈયાર કરવામાં તેમનું યોગદાન અન્ય જીવિત વ્યક્તિ કરતા વધુ સર્વોપરી છે. પેરિસની સોસાયટી આ'ફ જિયોગ્રાફર્સે તેમને સોનાથી જડેલી ઘડિયાળ આપી. તેને ૧૦૦૦ રૂપિયાની સાથે રોહિલખંડમાં એક ગામ જાગીર તરીકે આપવામાં આવ્યું હતું. તેમના પ્રવાસ પર અનેક પુસ્તકો પ્રકાશિત થયા છે. આમાં ડેરેક વોલરની ‘ધ પંડિત્સ' અને શેખર પાઠક અને ઉમા ભટ્ટની ‘એશિયા કી પીઠ પર' મહત્વની છે. તેઓ અંગ્રેજોનો પેટ્રોન ગોલ્ડ મેડલ મેળવનાર એકમાત્ર ભારતીય બન્યા હતા.
(2:10 PM IST)










