News of Monday, 8th July 2024
કાલાવડ રોડ શ્વેતા. મૂ. જૈન તપગચ્છ સંઘ ના આંગણે ચાતુર્માસ પધરામણીઃ પૂ. આ. શ્રી જયશેખરસૂરીશ્વરજી મ.સા એ પ્રથમ માંગલિક સંભળાવ્યું
ભગવાનના ૨૦ રથ, બેન્ડ પાર્ટી સાથે ભવ્યાતિભવ્ય વરઘોડો : નવકારશી- સ્વામીવાત્સલ્ય યોજાયા

રાજકોટ, તા. ૮ : શ્રી કાલાવડ રોડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ ના પુનિત આંગણે, નિર્માણાધિન નૂતન જિનાલય શ્રી જયાનંદ ધામ(નવ ગ્રહ જિનાલય)માં બિરાજમાન થનાર પરમાત્મા, ગણધર અને દેવ-દેવીઓની પ્રતિમાઓનો નગર પ્રવેશ પ.પૂ. આચાર્યદેવશ્રી આદિ ઠાણાનો ચાતુર્માસ પ્રવેશ અષાઢ સુદ બીજ ને રવિવાર તા. ૭/૭/ર૪ ના પરમકળપાશિષ પૂ. યુગદિવાકર આ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા., પૂ. સાહિત્ય કલારત્ન આ. શ્રી યશોદેવસૂરીશ્વરજી મ.સા., શતાવધાની આ. શ્રી જયાનંદસૂરીશ્વરજી મ.સા., ચાતુર્માસ પુનિત પધરામણી પૂ. આ. શ્રી જયશેખરસૂરીશ્વરજી મ.સા, પૂ. મુનિ શ્રી મતિપૂર્ણવિજયજી મ., પૂ. સાધ્વી શ્રી અર્હતકલાશ્રીજી મ., પૂ. સાધ્વી શ્રી નમ્રકલાશ્રીજી મ., પ્રવેશ અવસરે ઉપસ્થિત પૂ. સાધ્વીજી શ્રી દિવ્યાશ્રીજી મ. સા. હાજર રહેલ.. નવકારશીમાં ૧૦૮૪ ભાવિકોએ લેન્ડમાર્ક લાભ લીધેલ..ત્યારબાદ પ્રવેશયાત્રા નો પ્રારંભ થયેલ. ચાતુર્માસ પ્રવેશ સવારે ૧૦કલાકે થયેલ. ભવ્યાતિભવ્ય વરઘોડો કે જેમાં બાઇક સવારો, બાળકો અને ઘોડાવાળા ભાઈઓ પાસે શાસન ધ્વજ સાથે કળશધારી બહેનો, ૨૦ ભગવાનના રથ જેમાં નવ પરમાત્મા બે ગણધર ભગવાન આઠ દેવ દેવીઓ એક ગુરુ મહારાજ નો સમાવેશ કરવામાં આવેલ... વરઘોડામાં પૂજ્ય ગુરુ ભગવંતો ની આગળ બેન્ડ પાર્ટી શ્રાવક શ્રાવિકાઓ સાથે ડોમમાં ખૂબ જ ઉત્સાહ થી પ્રવેશ થયેલ ત્યાં પ્રવેશ ની વિધિ કરવામાં આવેલ ત્યારબાદ ગુરુવંદન, પ્રાસંગિક પ્રવચન, મોટી શાંતિ, ઉછામણી અને ચાતુર્માસ દરમિયાન સિદ્ધિ તપ, ઉપધાન, ૧૧ શનિવાર મુનિસુવ્રત સ્વામી ૧૦૮ અભિષેક, ચાતુર્માસ બાદ જ્યાનંદ ધામમાં ૧ ફેબ્રુઆરીથી ૧૧ ફેબ્રુઆરી ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવશે. જેની જાણકારી આપવામાં આવેલ.
પૂ. શ્રી નો ચતુર્માસ પ્રવેશ કાર્યક્રમ સંપન્ન થયેલ અને ભાવિકોને ચાતુર્માસનું પ્રથમ માંગલિક સંભળાવેલ અને ચાતુર્માસ ની શુભ શરૂઆત કરવામાં આવેલ.. નવકારશીના લાભાર્થી શ્રી રંજનબેન રમેશચંદ્ર શાહ(લોદરીયા) પરિવાર, દિવ્યાબેન કેતનભાઈ શાહ, રાજેશ્રીબેન તરૂણભાઈ શાહ, અમિતાબેન સંજયભાઈ શાહ, ભાવિનીબેન સંજયભાઈ પટેલ હતાં કાર્યક્રમ પૂર્ણ થયે પધારેલ ૧૩૯૬ ભાવિકોએ સ્વામિવાત્સલ્ય નો લાભ લીધેલ. કાલાવડ રોડ શ્વેતાં. મૂર્તિ. જૈન તપગચ્છ સંઘ-રાજકોટ નાં શ્રી મહેશભાઈ મણીયાર (મો. ૯૪ર૭૭ર૦૩૩૧), નિતેશભાઈ શાહ (મો. ૯૭ર૪૮ર૦ર૧૬), વિપુલભાઈ દોશી (મો. ૯રર૮૭૬પ૬૮૮) એ જણાવેલ છે.
(2:19 PM IST)










